________________
:૧૫૫ :
ન્યાય–પરિભાષા. કનીતિ પ્રમાણ”—જે વડે વસ્તુતત્વને યથાર્થ નિશ્ચય થાય, તે પ્રમાણ છે. યથાર્થ જ્ઞાનવડે સંદેહ, ભ્રમ કે મૂઢતા દૂર થવાથી અને વસ્તુસ્વરૂપને ખરે પ્રકાશ થવાથી, તે યથાર્થ જ્ઞાન પ્રમાણ” છે.
પ્રમાણુના બે ભેદ છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. મનસહિત ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી રૂપ, રસ આદિનું જે ગ્રહણ થાય છે અર્થાત ચક્ષુથી રૂપ જેવાય છે, જીભથી રસ ગ્રહણ કરાય છે, નાકથી ગંધ લેવાય છે, વચાથી સ્પર્શ કરાય છે અને કાનથી શબ્દ શ્રવણ કરાય છે, તે પ્રત્યક્ષ છે.
વ્યવહારમાં અનુભવાતાં ઉપયુક્ત પ્રત્યક્ષોથી જુદા પ્રકારનું પ્રત્યક્ષ યોગીશ્વરેને હેય છે, જે ઈન્દ્રિય અને મનની અપેક્ષા બિલકુલ રાખતું નથી, માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે.
ઇન્દ્રિથી પ્રત્યક્ષ થવામાં વસ્તુની સાથે ઈન્દ્રિયને સોગ થ જરૂર છે કે કેમ? એ અને વિચારનું સ્થલ છે.
જીભથી રસ લેવાય છે, ત્યાં જીભ અને રસને સાગ બરાબર હેય છે. ત્વચાથી સ્પર્શ કરાય છે, ત્યાં ત્વચા અને સ્પર્શવાળી વસ્તુને સંયોગ ચે કળાય છે નાકથી ગંધ લેવાય છે, ત્યાં ગંધવાળા દ્રવ્યો નાકની સાથે અવશ્ય સંગ ધરાવતાં હોય છે. દૂરથી ગંધ આવવામાં પણ દૂરથી આવતાં ગન્ધવાળા સૂક્ષ્મ દ્રવ્યો નાકની સાથે અવશ્ય સંયુક્ત હોય છે. કાનથી સાંભળવાનું પણ, દૂરથી આવતા શબ્દો કાનની સાથે અથડાય છે, ત્યારે જ થાય છે.
એ રીતે જીભ, ત્વચા, નાક અને કાન એ ચાર ઈન્દ્રિયે વસ્તુની સાથે સંયુક્ત થઈ પિતાના વિષયને ગ્રહણ કરે છે; પરંતુ ચક્ષુ એ બાબતમાં ઊલટી છે. ચક્ષુથી દેખાતા નજીક કે દૂરના વૃક્ષ વગેરે પદાર્થો ચક્ષની પાસે આવતા નથી, એ ખુલ્લું છે, તેમ ચક્ષ પણ શરીરથી બહાર નિકળી તે પદાર્થો પાસે જતી નથી. આ ઉપરથી સાબિત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com