________________
: ૧૪૧ :
એકન્દર્ મનુષ્યાના ચાર વિભાગા થાય-૧ પવિત્ર જીવન ગાળનાસ સુખી, ૨ પવિત્ર જીવન ગાળનારા દુ:ખી, ૩ મલિન જિંદગી ગાળનારા સુખી, ૪ મલિન જિંદગી ગાળનારા દુ:ખી. આ ચાર પ્રકારના મનુષ્યા દુનિયાની સપાટી ઉપર આપણી નજરે ખરાખર દેખાઈ રહ્યા છે. આવી વિચિત્ર સ્થિતિ હોવામાં પુણ્ય—પાપની વિચિત્રતા કારણ છે, એ તે આખા સંસાર જાણે છે; પરંતુ તે વિચિત્રતા સમજવાનુ ક્ષેત્ર બહુ ઊંડુ છે, છતાં એટલું તે અવશ્ય સમજી શકાય છે કે ચાર પ્રકારના મનુષ્યાને લઈને પુણ્ય–પાપના પણ ચાર પ્રકારા હોવા જોઇએ.
આ સબંધમાં જૈનશાસ્ત્રકારો પુણ્ય–પાપના ચાર પ્રકારો આવી રીતે બતાવે છે
૧ પુણ્યાનુબંધી પુણ્ય. ૨ પુણ્યાનુબંધી પાપ. ૩ પાપાનુબંધી પુણ્ય. ૪ પાપાનુબંધી પાપ.
પુણ્યાનુબંધી પુણ્ય.
જન્માંતરના જે પુણ્યથી સુખ ભોગવતાં છતાં ધમ તરફ અભિરુચિ રહ્યા કરે, પુણ્યનાં કાર્યો થયાં કરે અને જીવનની પવિત્રતા અની રહે એવા પુણ્યને ‘ પુણ્યાનુબંધી પુણ્ય ' કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય આ જિંદ્રગીમાં સુખ આપવાની સાથે જીવનને પવિત્ર બનાવવામાં સાધનભૂત થઇ પડે છે કે આગળ જન્માંતરને માટે પણુ પુણ્યને ઉત્પન્ન કરાવી આપે છે, પુણ્યનું અનુબંધી એટલે પુણ્યસ ંતતિનું સાધન જે પુણ્ય, તે ‘ પુણ્યાનુબંધી પુણ્ય ' ના અ છે. અર્થાત્ જન્માંતરને માટે પુણ્ય સંપાદન કરી આપનાર જે પુણ્ય, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પાપ.
જન્માંતરના જે પાપથી દુ;ખ ભાગવતાં છતાં જીવન મલિન ન થતાં ધ સાધનના વ્યવસાય ખરાબર રહ્યા કરે એવા પાપને · પુણ્યાનુબંધી
# ધર્મસાધન કરનારા. × પાપ કરનાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com