Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 157
________________ : ૧૫:. જેનસાધુઓને ગુરમ કરેલું પાણી પીવાનું ફરમાન છે. ૩. પશ્ચિમની વિધાવાળા ડૉકટરે ઉના પાણીમાં તંદુરસ્તીને લગતે બહુ ગુણ બતાવે છે. પ્લેગ, કોલેરા વગેરે રોગોમાં તેઓ ખૂબ જલી ગયેલું પાણી પીવાનું કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનેની શોધ પ્રમાણે પાણીમાં એવા અનેક સૂક્ષ્મ જીવો છે કે જેઓ આપણી નજરે દેખી શકાય નહિ. કિંતુ સૂફમદર્શk (Microscope યંત્રથી જોઈ શકાય છે. પાણીમાં થતા પિરા વગેરે છ પાણી પીવાની સાથે શરીરમાં દાખલ થઈ સખ્ત વ્યાધિને જન્મ આપે છે. ગમે તે દેશનું ગમે તેનું ખરાબ પાણી બરાબર ઉકાળીને પીવામાં આવે, તે તે શરીરને નુકસાન કરતું નથી. ગૃહરોએ-ઉકાળેલું પાણી પીવાનું ન બની શકે તે-કપડાથી ગળીને પાછું પીવાનું લક્ષ્યમાં રાખવું ઘટે છે. આ વિષયમાં સર્વ વિદ્વાનેને એક જ મત હોય. “જપૂત કઇ fz-” “વસ્ત્રથી ગળેલું શુદ્ધ જળ પીવું” એ મનુન વાર્થ પ્રસિદ્ધ છે. “ઉત્તરમીમાંસા ” માં કહ્યું છે કે – *"षत्रिंशदंगुलयामं विंशत्यंगुलविस्तृतम् । ___दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोधयेत्" –“છત્રીસ આગળ લાંબું અને વીશ આગળ વિસ્તારવાળું ગળણું (પાણી ગળવાનું કપડું) રાખવું અને એથી ગળેલું પાણી વાપરવું.” જ આ શ્લોકમાં “વો કાન કિશોધન એ વાક્ય, “ પછી છોનુ પરિશધન કરવું” એ અર્થ તરફ ધ્યાન ખેંચે છે. જે કપડાથી પાણી ગયું, તે કપડામાં આવેલા જંતુઓ પાછા એમના એમ તે કપડામાં જ રહે તે તે મરી જાય એ દેખીતું છે. અને એ હિંસાને ધર્માથી આંખથી જતી કરે નહિ માટે તે કપડાને સંખારો (પાણીમાં આવેલા જંતુઓ) પાછો પાણીમાં જ પહોંચાડી દે જોઈએ. અર્થાત તે સંખારે થોડા પાણીમાં નાંખી તે પાણી જ્યાંથી (જે કુવા-તલાવમાંથી ) લાવ્યા હેય, તેમાં મેળવી દેવું. આ વાત જેનેના ઘરની નથી, કિંતુ “ઉત્તર–મીમાંસાગ્રંથમાં કહ્યું છે કે– “ "म्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसम्भवाः। क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः" – ખારા પાણીના પોરા મીઠા પાણીમાં અને મીઠા પાણીના પરા ખાસ પાણીમાં આવવાથી મરી જાય છે, માટે એકબીજા જલાશયનું વિચિત્ર સ્વભાવનું પાણી ગયા વગરનું સેળભેળ ન કરવું” . ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200