________________
: ૧૪૯ :
આ પ્રસંગે ભક્ષ્યાભક્ષ્યની એક વાત નોંધવી અસ્થાને ગણાશે નહિ.
જૈન આચારગ્રંથામાં લક્ષ્ય-અભક્ષ્યના વિચાર બહુ કરવામાં આવ્યા છે. કંદમૂલ ખાવા તરફ જૈનશાસ્ત્રઓની મનાઇ છે. તે સિવાય રાત્રિભોજન વગેરેને પણ સદોષ બતાવવામાં આવ્યા છે. અન્યાન્ય શાસ્ત્રાના અભિપ્રાય તરફ નજર કરીશું, તેા આ હકીકતમાં હિન્દુ ધર્માચાર્યાં પણ જૂદા
પડતા નથી.
-::
મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પાંચમા, એગણીશમા વગેરે લૈકામાં ચુન ચુગને સેવ પહાડું ” + + + વગેરે શબ્દોથી લસણુ, ગાજર, ડુંગળી વગેરે અભક્ષ્ય ચીજો ખાવાની મનાઇ કરવામાં આવી છે. રાત્રિભાજનના નિષધ
રાત્રિભાજન કરવું એ પણ ગેરબ્યાજખી છે. આ સબંધમાં પ્રથમ અનુભવથી વિચાર કરવા જોઇએ કેસધ્યા પડતાંની સાથે અનેક જથ્થાઅધ સૂક્ષ્મ જીવા ઊડવા માંડે છે. રાત્રે દીવાની સામે મેશુમાર જીવા ફરતા જોવાય છે. ઉધાડા રાખેલા દીવાના પાત્રમાં પુષ્કળ જીવડાં પડેલા દેખાય છે. અને એ સિવાય આપણા શરીર ઉપર પણ રાત્રિ પડતાંની સાથે અનેક જીવા બેસવા માંડે છે. આવી સ્થિતિમાં ભાજન ઉપર પશુ જીવા અવશ્ય ખેસવા જોઈએ. એ ખુલ્લી વાત છે. આથી ભાજનની સાથે જીવતાં જીવડાંને પણુ ભક્ષણ કરી જવાનું પાપ રાત્રિભોજન કરનારને ચેાખ્ખી રીતે લાગતું જણાય છે. કેટલાંક ઝેરી જીવડાં ભોજનની સાથે પેટમાં આવતાં રાગને ઉત્પન્ન રકનાર થાય છે. કેટલાક ઝેરીલા જીવાની અસર તુરત નહિ થતાં લાંખે કાળે પણ થાય છે. ભાજનમાં જૂ આવી હોય તેા જલેાદર પેદા થાય છે. કરાળીયા આવવાથી કાઢ ઉત્પન્ન થાય છે. કીડી આવવાથી બુદ્ધિ હણાય છે. લાકડાને કકડા આવી ગયા હોય, તેા ગળામાં પીડા ભાગવવી પડે છે. માખી આવવાથી વમન થાય છે અને કાઇ ઝેરી પ્રાણી ખાવામાં આવી ગયું હોય તા અકાળ મૃત્યુના પંજામાં સપડાવુ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com