________________
: ૧૪ર : પાપ” કહેવામાં આવે છે કેમકે આ પાપ, આ જિંદગીમાં ગરીબાઈ વગેરે દુઇ માપવા છતાં જીવનને પાપી બનાવવામાં સાધનભૂત ન થતાં જન્માંતરને માટે પ્રશ્ય ઉત્પન્ન કરવામાં કારણ બને છે, પુણ્યનું અનાથી એટલે પુણ્યની સાથે સંબંધ જોડનાર જે પાપ તે પુણ્યાનુબંધી પાપને અર્થ છે. અર્થાત જન્માંતરને માટે પુણ્ય સાધવામાં હરકત નહિ કરનાર જે પાપ, તે પુણ્યાનુબંધી પાપ છે, પાપાનુબંધી પુણ્ય.
જન્માંતરમાં જે પુણ્યથી સુખ ભોગવતાં પાપની વાસનાઓ વધતી રહે અને અધમનાં કાર્યો થતાં રહે એવા પુણ્યને “પાપાનુબંધી પુણ્ય' કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય, આ જિંદગીમાં સુખ આપવાની સાથે જીવનને મલિન બનાવનાર હેવાથી જન્માંતરને માટે પાપને ઉત્પન્ન કરનાર થાય છે. પાપનું અનુબંધી એટલે પાપ સંતતિનું સાધન જે પુણ્ય, તે “પાપાનુબંધી પુણ્ય” ને અર્થ છે. અર્થાત જન્માંતરને માટે પાપ સંપાદન કરી આપનાર પુણ્ય પાપાનુબંધી પુણ્ય” છે. પાપાનુબંધી પાપ.
જન્માંતરસંચિત જે પાપથી ગરીબાઈ વગેરે દુઃખ ભેગવવા છતાં પણ પાપ કરવાની બુદ્ધિ છૂટે નહિ, અધમમાં કામ કરાય એવા પાપને પાપાનુબંધી પાપ” કહેવામાં આવે છે; કેમકે આ પાપ, આ જિંદગીમાં દુઃખ આપવાની સાથે જીવનને પણ એવું મલિન બનાવે છે કે આગળ. જન્માંતરને માટે પણ પાપ નિપજાવનાર બને છે. પાપનું અનુબંધી એટલે પાપ સંતતિનું સાધન જે પાપ, પાપાનુબંધી પાપ” ને અર્થ છે. અર્થાત્ જન્માંતરને માટે પાપના પિટલા ઉપડાવનાર જે પાપ તે પાપાનુબંધી પાપ” છે,
સંસારમાં જે રાજાએ, જે ગૃહસ્થ, જે નર-નારીઓ સુખી છે અને ધર્મયુક્ત જીવન ગાળે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યવાળા સમજવા. જેઓ દારિયાદિના દુઃખથી સંતપ્ત છે, છતાં ધર્મયુક્ત જિંદગી ગાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com