________________
: ૧૩૮: છે. આ બન્ને સિદ્ધાન્તમાં મદર્શનારે જુદા પડે છે. પહેલી બાબતના સંબંધમાં એઓ પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માને માત્ર તે તે શરીરમાં જ વ્યાપી રહેલા માને છે. તેઓને અભિપ્રાય એ છે કેજ્ઞાન, ઈચ્છા વગેરે ગુણે શરીરમાં જ અનુભવાતા હોવાથી તે ગુણેને માલિક આત્મા માત્ર શરીરમાં જ હે ઘટે છે.
બીજી બાબતના સંબંધમાં જ્ઞાન એ આત્માને વાસ્તવિક ધર્મ છે–આત્માનું અસલ સ્વરૂપ છે–આત્મા જ્ઞાનમય છે” એમ જેનદર્શનની માન્યતા છે અત એવ એ માન્યતા મુજબ શરીર, ઇન્દ્રિય અને મનને સંબંધ છૂટ્યા પછીની મુક્ત અવસ્થામાં પણ આત્માનું સાહજિક જ્ઞાનસ્વરૂપ અવસ્થિત હોય છે. આત્મા જ્ઞાનમય હોવાથી મુક્ત અવસ્થામાં તેનું નિવારણ જ્ઞાન પૂર્ણરૂપે પ્રકાશે છે. જ્યારે કેટલાક અન્ય દર્શનકારે
૧. જે વસ્તુના ગુણે જ્યાં દેખાતા હોય, તે વસ્તુ ત્યાં જ હોવી જોઈએ. ધટનું ૨૫ જ્યાં દેખાતું હૈય ત્યાં જ ઘટ હોવાનું ઘટી રોકે છે. જે ભૂમિભાગ ઉપર ઘટનું રૂપ દેખાતું હોય, તે ભૂમિભાગ સિવાય બીજી જગ્યાએ તે રૂપવાળે ઘટ હવે કેમ બની શકે? '
આ જ વાતને હેમચન્દ્રાષાયે– “यत्रैव यो दृष्टगुणः स तत्र, कुम्भादिवनिष्प्रतिपक्षमेतत्"
એ શબ્દથી કણે છે. આ ન્યાય પ્રમાણે આત્માની લાગણું, ઈચ્છા વગેર ગુણે શરીરમાં જ અનુભવાતા હોવાથી તે ગુણોને સ્વામી આત્મા પણ શરીરમાં જશરીરથી બહાર નહિ રહેલ સિદ્ધ થાય છે.
૨. જ્ઞાનની જેમ સુખ પણ આત્માને અસલ ધર્મ છે. જેમ વાદળામાં સપડાયલા સૂર્યને જળહળતે પ્રકાશ પણ વાદળામાંથી ઝાંખે નીકળે છે, અને તે જ ઝાંખા પ્રકાશ, અનેક છિદ્ધવાળે પડદા લગાવેલા ઘરમાં અધિક ઝાંખો પ્રકાશ પડે છે, એમ છતાં સૂર્ય ઝળહળતા પ્રકાશવાળે નથી એમ કહી શકાય. નહિ એવી રીતે આત્માને જ્ઞાન-...કાશ કે વાસ્તવિક આનંદ પણું શરીર-ઈદ્રિય મનના બંધનથી કે કર્મમહના આવરણથી પૂર્ણરૂપે ન અનુભવાય-ઝાંખો અનુભવાય-વિકારયુક્ત અનુભવાય, તે તે બરાબર બનવાજોગ છે. પરંતુ એથી એમન કહી શકાય કે “જ્ઞાન અને આનંદ આત્માનું અસલ સ્વરૂપ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com