________________
૧૫ ?
છે, તે પ્રમાણમાં સમતાની જળહળતી જાતિ બહાર આવે છે. ધ્યાનને મુખ્ય પાયે આ સમતા છે. આ સમતાની પરાકાષ્ઠાના પરિણામે કોઈ એક વસ્તુ ઉપર ચિત્તની એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે. ધ્યાનની શ્રેણીમાં આવ્યા પછી પણ સિદિલબ્ધિઓ પ્રાપ્ત થતાં જે ફરી મોહમાં ફસાવાનું થાય, તે અધપાત થવામાં વાર લાગે નહિ. એ માટે ધ્યાની પીને પણ સંપૂર્ણ મોહને ક્ષય જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી પ્રતિહાણ સાવચેત રહેવાનું હોય છે.
ધ્યાનની ઉચ્ચ અવસ્થાને “સમાધિ' નામ આપ્યું છે. એ રસ્તે કર્મસમૂહને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે. કેવલજ્ઞાનવાળો આત્મા શરીરધારી છે ત્યાં સુધી જીવનમુક્ત કહેવાય છે. તે સાકાર પરમાત્મા છે. અને શરીરને સંબન્ધ છૂટથી પરબ્રહ્મસ્વરૂપી થાય છે. તે નિરાકાર પરમાત્મા છે.
આત્મા, મહદૃષ્ટિવાળા હેય ત્યારે “બહિરાત્મા' તત્વદૃષ્ટિવાળો થાય ત્યારે અન્તરાત્મા” અને પૂણેજવળ-પૂણું પ્રકાશ બને ત્યારે પરમાત્મા કહેવાય છે. બીજી રીતે, શરીર એ “બહિરાત્મા ”, શરીરમાં રહેલે ચૈતન્યસ્વરૂપ જીવ એ “અન્તરાત્મા” અને એ જ જીવ, અવિવાથી મુક્ત પરમ શુદ્ધ સચ્ચિદાનન્દરૂપ બનેલ “પરમાત્મા' કહેવાય છે.
બહિરાત્મા, ભદ્રઆત્મા, અન્તરાત્મા, સદાત્મા, મહાત્મા, ગાત્મા અને પરમાત્મા એ પ્રમાણે પણ આત્માની અવસ્થાને દમ બતાવી શકાય છે.
જૈનશાસ્ત્રકારે ગની આઠ દૃષ્ટિઓનું વર્ણન આપે છે–મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા. આ દષ્ટિએમાં આત્માની ઉન્નતિને કમ રહે છે. પ્રથમ દષ્ટિમાં એવો બોધ હોય છે કે જે બેધના પ્રકાશને તૃણુના અગ્નિના ઉદ્યોતની ઉપમા આપવામાં આવે છે, અને તે બેધને અનુસાર, તે દૃષ્ટિમાં સામાન્ય રીતે સદ્દવર્તન હોય છે. આ સ્થિતિમાંથી જ્ઞાન અને વર્તનમાં જેમ જેમ ઉજત થવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com