________________
: ૨૬ :
શિલ્પસ્થાપત્યને જીવંત બનાવી રાખવા રૈનાએ જ કાશીશ કરી છે, અને એનું કારણ એ છે કે જેનાએ વાપરેલી શૈલીનું અનુકરણ હિંદુઓના સેત્રનાથ મંદિર જેવા મંદિરમાં અને મુસલમાનેાનો અમદાવાદની નાની મસ્જીદમાં થયેલું આજે પણ જોઇ શકાય છે. આયુ, રાણકપુર વગેરે સ્થળનાં જૈન મંદિર તો ભારતની શિલ્પકળાના અદ્ભુત નમૂનાઓ છે. ગુજરાતમાં રાજાઓ અને જૈન ધર્મ :
જ્યારથી વનરાજે ગુજરાતનું પાટનગર અણુહિલવાડ પાટણ વસાવ્યુ ત્યારથી ગૂજરાતની જાહેાજલાલીની શરૂઆત ગણી શકાય. વનરાજ વનમાં જન્મેલા હતા અને તેને ચૈત્યવાસી જૈન પતિ શીલગુણુસૂરિજીએ મદદ કરી હતી. શીલગુણુસૂરિના પ્રભાવથી વનરાજે જૈન ધર્મીના સ્વીકાર કર્યો હતા. અને પાટણમાં પાર્શ્વનાથનુ માટુ મંદિર બંધાવ્યું હતું, જે અત્યારે પણ પાટણમાં વિદ્યમાન છે. આ મંદિરમાં વનરાજની મૂર્તિ પણ છે. વનરાજે ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ સુધી રાજ્ય કર્યું હતું.
તે પછી પાટણની ગાદીએ આવનાર સાલકી વંશના રાજા ઉપર પણ જૈન ધર્મા પ્રભાવ હતા પણ તેમાં કુમારપાળ સિવાય બધા શૈવપંથી હતા. છતાં તેમાંના મૂળરાજે ( ઇ. સ. ૯૬૧ થી ૯૯૬) જૈન મંદિર બંધાવ્યું હતું. ચાવડા અને સાલકી વંશના રાજાઓના મંત્રીએ અને મુખ્ય અધિકારીએ માટે ભાગે જૈન હતા અને તેમને રાજ્યમાં ખૂબ પ્રભાવ હતા. ભીમદેવ પહેલાના રાજ્યકાળ ( ઇ. સ. ૧૦૨૨ થી ૧૦૬૪) માં જૈન મંત્રી વિમળશાહે આબુ ઉપર ( ઈ. સ. ૧૦૨૩ ) માં પ્રસિદ્ધ વિમળવસહી નામનુ મંદિર બંધાવ્યું હતું. આ મ ંદિર ભારતના શિલ્પસ્થાપત્યના એક ઉત્કૃષ્ટ નમૂના છે.
ગુજરાતમાં જૈન ધર્માં પ્રાધાન્ય અને મહત્ત્વનું સ્થાન અપાવનાર તેા પ્રસિદ્ધ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય છે. એમનુ જીવન આગળ આપવામાં આવ્યું છે.
ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com