________________
: ૧૦૮: ગાક્ષનું સાતત્વ.
અહીં એક આશંકાને અવકાશ મળે છે. તે એ છે કે-જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તે વસ્તુને નાશ થાય છે” એ અકાવ્ય નિયમ પ્રમાણે મેક્ષ પણ ઉત્પન્ન થતું હોવાથી તેને પણ અંત આવવો જોઈએ, અને અએવ મેક્ષ શાશ્વત ઘટી શકે નહિ.
આના સમાધાનમાં ધ્યાન આપવા જેવું છે કે-મેક્ષ કેઈ ઉત્પન્ન થનારી વસ્તુ નથી. માત્ર કમથી અલગ થવું એ જ આત્માને મેક્ષ છે. આથી આત્મામાં કેઈ નવીન વસ્તુને ઉત્પાદ થતું નથી કે જેથી તેને અંત આવવાની કલ્પના ઊભી થઈ શકે. જેમ વાદળાં ખસી જવાથી - જળહળતા સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણ ખસી જવાથી આત્માના સકળ ગુણે પ્રકાશમાન થાય છે, બીજા શબ્દોમાં, સકલગુણયુક્ત આત્મા પ્રકાશમાન થાય છે. આનું નામ જ મેક્ષ છે. કહે, આમાં શું ઉત્પન્ન થયું ?
સર્વથા નિર્મલ થયેલ આત્માને પુનઃ કમને સંબંધ થતા નથી અને એથી એનું સંસારમાં પુનરવતરણ હેય જ નહિ. જેવી રીતે–
“જે જે વાસ્થ કાર્યાતિના ડો.
कर्मबीजे तथा दग्धे न रोहति भवाकुरः॥" –બીજ અત્યન્ત બળી જવા પછી અંકુર ઉત્પન્ન થતું નથી, તેવી રીતે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી.
સંસારને સંબધ, કમસંબધને આધીન છે અને કર્મને સંબધ રાગદ્વેષની ચિકાશને આધીન છે. જેઓ અત્યંત નિર્મલ થયા છે–સર્વથા નિલેપ થયા છે, તેઓને રાગદ્વેષાદિની ચિકાશ હેય જ શાની ? અને
છે. જ્યાં જ્યાં કમને અનાદિ કહેવામાં આવ્યું છે, ત્યાં ત્યાં જૂદા જૂદા કર્મના સંયોગને પ્રવાહ અનાદિ સમજ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com