________________
: ૧૨૮ :
સાસાદન ગુણસ્થાન—સમ્યગૂદર્શનથી પડતી અવસ્થાનું નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રાધાદિ પરમતીવ્ર કષાયેાને ઉય થતાં સમ્યક્ત્વથી પાડવાને વખત આવે છે. આ ગુરુસ્થાન, પડતી અવસ્થારૂપ હાવા છતાં પણ તેની પૂર્વે સમ્યગ્દર્શનરૂપ અમૃતનુ પાન થઇ ગયેલું હોવાથી આ ગુણુસ્થાનવાળાને સંસારભ્રમણુની હૃદ અવાઇ ગઇ હોય છે.
મિશ્રગુણસ્થાન—આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે એ ગુરુસ્થાનવાળા સત્ય માગ અને અસત્ય માર્ગ એ બંને ઉપર શ્રદ્ધાના ભાવ ધરાવે છે. અથવા જે દેશમાં ફક્ત નાળિઍરતા જ ખારાક હાય, અને એથી તે દેશના લેાકેાને જેમ, અન્ન ઉપર રાગ કે દ્વેષ ન થાય, તેમ આ ગુણુસ્થાનવાળાને પણ સત્ય માર્ગ ઉપર રુચિ કે વૈમનસ્યા પરિણામ હાતે નથી. ખાળ અને ગેાળ સરખા માનવામાં મેહ મિશ્રવૃત્તિ રહેલી છે, તેવા પ્રકારની માહમિશ્રવૃત્તિ આ ગુણુસ્થાનમાં સંભવે છે. પરન્તુ દ્વિતીય ગુણુસ્થાનની પેઠે આ ગુણુસ્થાનની પૂર્વે પણ સમ્યક્તરૂપે અમૃતનું પાન થઇ ગયેલું હેવાથી, આ ગુણુસ્થાનવાળાને પણ ભવભ્રમણના કાળના છેડા બંધાઇ ગયેલા હાય છે.
અવિરતિસમ્યગ્દષ્ટિ—વિરતિ એટલે વ્રત, તે વિનાનું સમ્યક્ત્વ એ અવિરતિસમ્યગ્દષ્ટિ ' શબ્દના અર્થ છે. માત્ર સમ્યને લગાર સ્પ થઇ જાય, તે। ભવભ્રમણના કાળના છેડા નિયમિત થઇ જાય છે. આના જ પ્રભાવથી પૂર્વે એ ગુણુસ્થાનવાળાઓના ભવભ્રમણુને કાળ નિયમિત થઇ ગયેલા ડ્રાય છે. આત્માના એક પ્રકારના શુદ્ધ ભાવ-વિકાસને સમ્યક્ત્વ, સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તત્ત્વવિષયક સંશય કે ભ્રમને અવકાશ મળતા નથી. મેાક્ષ મેળવવાની લાયકાત આ સભ્યથી જં મેળવાય છે. આના વગર ગમે તેટલુ
કષાય, તે કાયાથી યુક્ત,
"
L
C ૧. આસાદન • એટલે પરમતીવ્ર ક્રોધાદિ સાસાદન ' કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com