________________
: ૧૩૦ : છે, માત્ર એક લેભાને સાતમ અંશ અવશિષ્ટ રહે છે ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે. . ઉપરાન્તરેહ-પૂર્વ ગુણસ્થાનમાં મેહને ઉપશમ જ કરો જેણે પ્રારંભે છે, તેને સંપૂર્ણ મોહ ઉપશાન થયે આ ગુણસ્થાન પ્રાપ્ત
કહેવાય છે. - ક્ષણમાહપૂર્વ ગુણસ્થાનમાં મેહનીય કર્મને ક્ષય જ જેણે
પ્રારંભે છે, તેને સંપૂર્ણ મેહ ક્ષીણ થયે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય છે.
અહીં ઉપશમ અને ક્ષયમાં ફરક સમજવાનું છે. સામાન્ય રીતે એમ સમજુતી અપાય કે, આગ પર પાણી નાંખી તેને હલાવી નાંખવી એ
ક્ષય અને રાખ નાંખી તેને ઢાંકી દેવી એ “ઉપશમ'. મેહને સર્વથા ઉપશમ થયો હેય, છતાં પુનઃ મેહને પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી. જેમ, પાણીના વાસણમાં પાણીની રજ બધી તળીયે બેસી જાય છે ત્યારે તે પાણું સ્વચ્છ દેખાય છે, તેમ મોહનાં રજકણ–દેહને તમામ પુંજ માત્માના પ્રદેશોમાં જ્યારે સ્થિર થઈ જાય છે, ત્યારે આત્માના પ્રદેશ સ્વચ્છ જેવા બને છે. પરંતુ આ સ્વચ્છતા કેટલા વખતની ? પેલા પાણીની નીચે બેસી ગયેલાં રજકણે, થોડીવારમાં પાણીને કિંચિત્માત્ર કિયાની અસર લાગવાથી જેમ તમામ પાણીમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહપુંજ ડીવારમાં પુનઃ ઉદયમાં પ્રાપ્ત છે; અને તેથી કરી, જેવી રીતે ગુણશ્રેણીઓમાં ચઢવાનું થયું હતું, તેવી રીતે પડવાનું થાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે મોહન સર્વથા ક્ષય થવાથી જ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે, કારણ કે મેહને (કઈ પણ કને)
મૂલ ક્ષય થવા પછી પુનઃ ઉદભવ થતું નથી. * કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવના ક્ષણથી જ–
સાગકેવલી ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે “સગા” શબ્દ મૂક્યો છે, તેને અર્થ “યેગવાળો ” થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com