________________
: ૧૩૨ : આ ઉપરથી જોઈ શકીએ છીએ કે મને કૃતિઓને વિલક્ષણ પ્રવાહ જ સુખ-દુઃખના પ્રવાહનું મૂળ છે.
એક જ વસ્તુ એકને સુખકારી હોય છે, જ્યારે બીજાને તે દુઃખ ઉપજાવનાર થાય છે, જે પદાર્થ એક વખત જેને રેચક લાગ્યો હોય છે, તે જ પદાર્થ બીજી વખતે તેને જ અરોચક થઈ પડે છે. આથી સમજી શકાય છે કે બાહ્ય પદાર્થો સુખ-દુઃખના સાધક નથી, કિન્તુ એ બધું મનવૃત્તિઓના વિચિત્ર પ્રવાહ ઉપર આધાર રાખે છે.
રાગ, દેશ અને મેહ એ મનની વૃત્તિઓના પરિણમે છે. એ ત્રણે ઉપર આખું સંસારચક્ર ફરે છે. એ ત્રિદોષને દૂર કરવા અધ્યાત્મશાસ્ત્ર સિવાય અન્ય કોઈ વૈદ્યક ગ્રંથ નથી, પરંતુ એ વાતને પિતાની જાતને અનુભવ થે કે “ એક પ્રકારે રોગી છું” એ બહુ કઠિન છે.
જ્યાં સંસારના ભોગતરંગો મન ઉપર અફળાતા હોય, વિષયરૂપ વિજળીના ચમકારા હદયને આંજી નાખતા હોય અને તૃષ્ણ-જળના ધોધમાં આત્મા બેભાન બની રહ્યો હોય, ત્યાં પિતાને ગુપ્ત રોગ સમજવો એ ભારે કઠિન છે. આવી સ્થિતિના અનભિજ્ઞ છો એકદમ અધ:સ્થિત છે. તે સ્થિતિથી આગળ વધેલા છે, જેઓ પિતાને ત્રિદોષાક્રાન્ત સમજે છે, જેઓ પોતાને ત્રિદોષજન્ય ઉગ્ર તાપમાં સપડાયેલા માને છે અને તે રોગના પ્રતીકારની શોધમાં ઉસુક છે, તેવાઓને માટે આધ્યાત્મિક ઉપદેશ ઉપયોગી છે.
અધ્યાત્મ” શબ્દ “અધિ” અને “આત્મા” એ બે શબ્દોના સમાસ(Compound)થી બનેલું છે. આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ કરી તદનુસાર વર્તન કરવું એ “અધ્યાત્મ' શબ્દનો અર્થ છે. સંસારના મુખ્ય બે ત જડ અને ચેતન જે, એકબીજાના સ્વરૂપને જાણ્યા સિવાય જાણી શકાતાં નથી. આ અધ્યાત્મના વિષયમાં પૂર્ણ રીતે ભાગ ભજવે છે.
૧ રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દેવાને “વિદોષ” સંજ્ઞા આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com