________________
: ૧૨૨ : વૈરાગ્યશાનું પરિશીલન અધ્યાત્મ શાસ્ત્રોનું અધ્યયન અથવા પરમાત્માપરમેશ્વરનું ધ્યાન કરવાનું છે.
દશાવક્ષશિક વ્રત. છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલા દિશાના લાંબા નિયમને એક દિવસ અથવા અમુક ટાઈમ સુધી સક્ષેપ કરે, એવી જ રીતે બીજા વ્રતમાં રહેલી છૂટને સંક્ષેપ કરે એ આ વ્રતને અર્થ છે.
પિષધ વ્રત. ધમને પિષણ કરનાર લેવાથી “પષધ” કહેવાય છે. ઉપવાસ આદિ તપ કરી ચાર કે આઠ પહેર પર્યત (અથવા શક્ય હોય તેટલા દિવસ સુધી) સાધુની પેઠે ધર્મ–ક્રિયામાં આરૂઢ રહેવું એ પિષધ વ્રત છે. સર્વ સંસારી ભાંજગડથી છેટા ખસી સાધુધર્મની વાનગીને રસાસ્વાદ ચાખવા માટે આ પિષધવ્રત છે, આમાં સંપૂર્ણ બ્રહ્મચર્યપૂર્વક યથા–વિધિ ધર્મક્રિયા કરાય છે, અને બચત વખતમાં શુભચિન્તન અથવા શાસ્ત્રવાંચન કરવામાં આવે છે.
અતિથિસંવિભાગ. આત્માની મહાન ઉન્નતિ મેળવવા જેઓએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કીધો છે, એવા મુમુક્ષુ-અતિથિ-મુનિ-મહાત્માઓને અન્ન, પાણી, વસ્ત્ર વગેરે જે તેઓના સંયમ–માર્ગમાં બાધા ન નાખે, તુિ એઓના ચારિત્રને ઉપકાર કરનાર થાય, એવી ચીજોનું દાન કરવું અને રહેવાને સ્થાન આપવું એ આ વ્રતને અર્થ છે. સાધુ–સંત સિવાય બીજા ગુણ જનોની યોગ્ય પ્રતિપત્તિ અને દીન-દુખિયાની સેવા પણું અવશ્ય કર્તવ્ય છે.
આ બાર વ્રતમાં શરૂઆતનાં પાંચ વ્રતે “અણુવત' કહેવાય છે, કેમકે સાધુનાં મહાવતેની આગળ તે તે “અણુ' એટલે નાનાં છે. ત્યારપછીનાં ત્રણ ગુણવ્રત” કહેવાય છે, કારણકે એ ત્રણ વ્રત અણુવ્રતને ગુણ એટલે ઉપકાર કરનારાં છે, અર્થાત પુષ્ટિ આપનારાં છે. ત્યારપછીનાં ચાર, “શિક્ષાવ્રત' કહેવાય છે. શિક્ષાવ્રત શબ્દને અર્થ અભ્યાસ " કરવાનાં વ્રત.
બારે વ્રતે ગ્રહણ કરવાનું સામર્થ્ય ન હોય તે શક્તિ અનુસાર લેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com