________________
: ૧૨૪:
પૂજિત અને યથાસ્થિત ઉપદેષ્ટા એને “પરમેશ્વર” અથવા “દેવ ” કહેવામાં આવે છે. ગુરુતત્વ.
"महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥" અર્થાત–અહિંસા આદિ પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પૈય ગુણથી વિભૂષિત, ભિક્ષા- માધુકરી વૃત્તિ કરનારા, સમભાવમાં રહેનારા અને ધર્મને યથાર્થ ઉપદેશ કરનારા “ગુરુઓ ' કહેવાય છે. ધર્મની વ્યાખ્યા.
“पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् ।
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोमता ॥" ' અર્થાત–સર્વ ધર્મવાળાઓને અહિંસા, સત્ય, ચોરીને ત્યાગ, - નિર્લોભવૃત્તિ અને બ્રહ્મચર્ય એ પાંચ બાબતે પવિત્ર છે સર્વમાન્ય છે. ધર્મ શબ્દને અર્થ
" दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते" એ વાકયથી જાણુ છે કે–પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં અટકાવે તે ધર્મ.
ખરી રીતે ધર્મ એ આત્માને સ્વાનુભવગમ્ય ઉજજવળ ગુણ છે. કિલષ્ટ કર્મના સંસ્કારો દૂર થવાથી રાગ-દ્વેષની વૃત્તિઓ નરમ પડતાં જે અંત:કરણની શુદ્ધિ થાય છે તે જ અસલ “ધર્મ” છે. અને તે ધર્મને સંપાદન કરવા જે દાનપુણ્યાદિ ક્રિયાઓ કરવામાં આવે છે, તે પણ ધર્મનાં સાધન હોવાથી “ધર્મ” કહેવાય છે.
૧. યોગશાસ્ત્ર, હેમચન્દ્રાચાર્ય. ૨. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચ અને અપરિગ્રહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com