________________
: ૧૧૭:
ચારિત્ર (Right conduct) છે. પિતાના જીવનને પાપના સંવેગથી દૂર રાખી નિર્મળ બનાવવું એ “સમ્યક ચારિત્ર” શબ્દને ખરે અર્થ છે. એ સંબંધમાં શાસ્ત્રવણિત વિશેષ નિયમો, ધારા-ધોરણે અમલમાં મૂકવા આવશ્યક છે. સામાન્યતઃ ચારિત્ર બે વિભાગોમાં વહેંચાય છે–સાધુઓનું ચારિત્ર અને ગૃહસ્થનું ચારિત્ર. સાધુઓના
સાધુ–ધર્મ” અને ગૃહસ્થાના ચારિત્રને ગૃહસ્થ–ધર્મ કહેવામાં આવે છે. સાધુ-ધર્મ
સાપતિ વાહિતાનિ, તિ તા અર્થાત સ્વહિત અને પરહિતનાં કાર્યો જે સાધે, તે સાધુ છે. સંસારના “કંચન-કામિન્યાદિ ભોગો છેડી, સકળ ઘર-કુટુંબપરિવાર સાથેના સંબધ ઉપર જલાંજલિ આપી આત્મકલ્યાણની ઉચ્ચ કેટી ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગવત ગ્રહણ કરાય છે, તે સાધુધર્મ છે. રાગદેષની વૃત્તિઓને દબાવવી, એ જ સાધુના વ્યાપારને મુખ્ય વિષય હોય છે. પ્રાણાતિપાતવિરમણ મૃષાવાદવિરમણ,
અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહવિરમણ, એ સાધુઓનાં પાંચ મહાવ્રત છે. જેમને ગુપ્ત, વચનગુપ્ત અને કાયગુમ થવું, એ વિશ્વબંધુત્વનું વ્રત છે. જેનું ફળ-જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે સર્વ દુઃખોથી રહિત અને પરમ આનન્દસ્વરૂપ એ મોક્ષ છે એ સાધુધર્મ કે ઉજજવલ અને કે વિકટ હો જોઈએ, એ સહજ સમજી શકાય છે. આ મુનિધર્મ, સંસારની સ્થિતિનું યથાર્થ ભાન થયું હોય, તેના ઉપરથી તાત્વિક વૈરાગ્યને પ્રાદુર્ભાવ થયો હોય, અને મેક્ષ અવસ્થામાં પિતાને મૂકવાની મહતી ઉત્કંઠા જાગી હોય ત્યારે આ જ સિદ્ધ કરી શકાય છે.
૧. નહિ આપેલી વસ્તુ ન લેવી. ૨, ૩, ૪. મન, વચન અને શરીરની ચંચલતા ઉપર અંકુશ રાખનાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com