________________
: ૧૮: - સાધુલમના જેએ અધિકારી નથી, તેઓ ગૃહસ્થ ધર્મનું પાલન કરવાથી પિતાના જીવનને કૃતાર્થ કરી શકે છે. “ગૃહસ્થધમ” પર આરૂઢ થવા પહેલાં અમુક ગુણેને અભ્યાસ પાડવાનું શાસ્ત્રકારે બતાવે છે. પૈસા કમાવવામાં હંમેશાં નીતિનું પાલન કરવું અને કોઈ પણ સ્થળે કોઈ પણ કાર્યમાં અન્યાય ન કરવો, એ ગુણ સહુથી પહેલાં-ગૃહસ્થ ધર્મને લાયક થવામાં–જરૂર છે. એ સિવાય, સંતપુરુષને સંગ, તરવશ્રવણની ઉત્કંઠા અને ઇન્દ્રિયની ઉછુંખલતા ઉપર અંકુશબળ એ વગેરે ગુણે સાંપડતાં ગૃહસ્થ ધર્મ ઉપર આરહણ કરાય છે.
ગૃહસ્થધર્મનું બીજું નામ-જૈનશાસ્ત્રોમાં-શ્રાવકધર્મ બતાવ્યું છે. ગૃહસ્થધામને પાળનાર પુરુષ, “શ્રાવક' અને સ્ત્રીઓ, “શ્રાવિકા ” કહેવાય છે. ગૃહસ્થધમમાં બાર વ્રત પાળવાની વ્યાખ્યા આવે છે. સ્થૂળ પ્રાણાતિપાતવિરમણ, શૂળ મૃષાવાદવિરમણ સ્થળ અદત્તાદાનવિરમણ, સ્થળ મૈથુનવિરમણ, પરિગ્રહપસ્મિાણ, દિગવત, ભેગો પગપરિમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ બાર વ્રત છે.
સ્થલ પ્રાણાતિપાત વિરમણ. કેઈ સુક્ષ્મ જીવ પણ મારાથી મરે નહિ, એવું વિકટ વ્રત ગૃહસ્થોથી ન પાળી શકાય, એ દેખીતું છે માટે એઓના અધિકાર પ્રમાણે સ્થળ એટલે મોટી હિંસા નહિ કરવાનું વ્રત બતાવવામાં આવ્યું છે. ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના છ અગાઉ બતાવવામાં આવ્યા છે. તેમાં સ્થાવર (પૃથિવ્યાદિ ) જીવોની હિંસાથી સર્વથા બચવાને અસંભવ હેવાથી ત્રસ (હાલે–ચાલે એવા બેઈન્દ્રિય આદિ) જીની હિંસા ન કરવાનું વ્રત ગૃહસ્થાએ સ્વીકારવાનું છે. આની અંદર બે અપવાદ છે. એક તે અપરાધી-ગુનેગારને માફી બક્ષવાનું ન બની શકતું હોય, ત્યારે આ વ્રતનું બંધન નથી, એ અને બીજે, ઘરદુકાન, ખેતર, વગેરેના આરંભ-સમારંભમાં ત્રસ જીવોની હિંસાને સુતરાં સંભવ રહે છે, તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com