________________
: ૧૧૧: આગળ જ્ઞાનની માત્રાને વધવાનું અટકી ગયું છે એ પૂર્વે જ્ઞાનની વિશ્રાતિને મેળવનાર જે પુરુષ છે, તે જ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે અને
એનું જે જ્ઞાન તે કેવળજ્ઞાન છે. ઈશ્વર જગતને કતાં નથી.
જૈનધર્મને સિહાન વિચારશીલ વિદ્વાનું વધારે ધ્યાન ખેંચે એવો છે. તે એ છે કે-ઈશ્વર જગતને ઉત્પાદક નથી. જેનશાએ એમ જણાવે છે કે-કર્મસત્તાથી ફરતા સંસારચકમાં નિલેપ, પરમ વીતરાગ અને પરમ કૃતાર્થ એવા ઈશ્વરનું કવ કેમ બની શકે? દરેક પ્રાણીનાં સુખ–દુઃખે તેની કર્મસત્તા ઉપર આધાર રાખે છે. વીતરાગ ઈશ્વર, ન કાઈના ઉપર પ્રસન્ન થાય છે, કે ન કોઈના ઉપર ષ્ટ બને છે. પ્રસન્ન થવું કે છ થવું એ વીતરાગ–સ્થિતિએ પહેચેલાને ન ધટે. ઈશ્વરપૂજનની જરૂર
“ઈશ્વર જગકર્તા નથી” એ સિદ્ધાન્તને અંગે, ઈશ્વરને પૂજવાથી શું લાભ? અર્થાત ઇશ્વર જ્યારે વીતરાગ છે—તુષ્ટ કે ષ્ટ થતું નથી, તે પછી તેનું પૂજન શું ઉપાગી? એ પ્રશ્ન ઊભો થતો જોવામાં આવે છે, પરંતુ જેનશાસ્ત્રકારોનું કહેવું એવું છે કે ઈશ્વરની ઉપાસના ઇશ્વરને પ્રસન્ન કરવા વાસ્તે નથી, કિન્તુ પિતાના હલ્યની શુદ્ધિ કરવા વાતે છે. સર્વ દુઃખના ઉત્પાદક રાગ-દ્વેષને દૂર કરવા રાગદ્વેષરહિત પરમાત્માનું અવલંબન લેવું પરમ આવશ્યક છે. મહવાસનાઓથી ભરેલ આત્મા રફટિકના જેવું છે. જેમ સ્ફટિકની પાસે જેવા રંગનું ફૂલ હેય, તે રંગ સ્ફટિક પિતામાં ખેંચી લે છે, એવી રીતે જેવા રાગ-દ્વેષના સામે આત્માને મળે છે, તેવા પ્રકારની અસર આત્મામાં જલદી ઉત્પન્ન થાય છે. આ માટે સારા પવિત્ર સંગ મેળવવાની ખાસ આવશ્યકતા દરેક કલ્યાણલિલાથી સમજી શકે છે. વીતરાગ દેવનું સ્વરૂપ પરમ શાંતિમય છે. રાગદ્વેષને રંગ કે તેની અસર તેના સ્વરૂપમાં બિલકુલ હતી નથી. અતઃ તેના અવલંબનથી, તેનું ધ્યાન કરવાથી આત્મામાં વીતસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com