________________
: ૬૨ ઃ
યાદ ન કરી શકે તેવા નિયુદ્ધિ, ઋણી દેવાદારા, વસ્ત્ર અને આહાર માટે જે ખીજા ઉપર આધાર રાખતા હોય તે અને જેને દીક્ષા લેવા માટે તેના મા—ખાપની, વાલીની કે વિલની સંમતિ ન ડાય એવા લગભગ ૧૮ પ્રકારના પુરુષોને શાષમાં દીક્ષા માટે અયેાગ્ય કહ્યા છે. ગર્ભવતી તેમજ ધાવણાં બાળકની માતાથી પણ દીક્ષા લઈ શકાય નહિ.
આ બધા સાધુના આચાર પાળવાની વિગત શાસ્ત્રામાં બહુ જ વિસ્તારથી આપી છે. હાલતાં ચાલતાં તેમજ અનિવાય કે કાઇ કારણથી થયેલા દેાષાનું પ્રાયશ્ચિત્ત દરેક સાધુને કરવું પડે છે. ક્રિયામાં થયેલા દોષોની જાણુ થતાં તેની નોંધ રાખી સાધુ પોતાના વડિલ પાસે પ્રાયશ્ચિત માગે છે અને તેમના કળા પ્રમાણે ઉપવાસાદિ જે પ્રાયશ્ચિત્ત આપે તે કરે છે.
સાધુજીવન એટલે ખને તેટલુ સસારથી અલિપ્ત રહી મેક્ષ સાધવા અને તેના ઉપદેશ અન્યને આપવા તે છે. આ પ્રમાણે સાધુજીવન પાળનારા અત્યારે પણ ઘણા છે.
શ્રાવકધમ:
ગૃહસ્થધમનું ખીજું નામ શાસ્ત્રામાં ‘ શ્રાવકધમ` ' બતાવેલું છે. શ્રાવકધમના ઉદ્દેશ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે તપદ્રારા મેક્ષ મેળવવાના છે. પુણ્યના કાર્યો કરવાં અને પાપ કરતાં ખચવું તે સુન્ન મનુષ્યનું કર્તવ્ય ગણાય છે, અને એ દૃષ્ટિએ કેમ વર્તવુ એ. શાસ્ત્રોમાં બતાવેલું છે.
જૈનાનું માનવુ છે કે મનુષ્ય ભવ મળવા ધણા દુČભ છે. અનેક ચેાનિમાં ભવભ્રમણુ કરતાં મહાપુણ્યાયે મનુષ્ય જન્મ મળે છે. મનુષ્યપશુ દેવ કરતાં પણ ઉત્તમ છે, શુભ કર્મોદયથી જ દેવગતિ તે મળે છે પણુ દેવે સ્વર્ગમાં મેાજશેાખમાં પડી જવાથી નવાં પુણ્યનાં કર્મો બાંધી શકતાં નથી. મનુષ્યભવમાં આત્મા સુગુરુના યેાગ મળ્યે જ્ઞાન મેળવીને શુદ્ધ ધર્મ પાળી કમ ખપાવી શકે છે અને મેાક્ષના રસ્તા સાધી શકે છે. આવા ઉત્તમ મનુષ્યભવ મળેલા છે. તેને વેડ્ડી ન નાંખતાં આત્માનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com