________________
: ૬૯ :
રહે છે. જેનાનાં કેટલાંક મેાટાં તીર્થોની સંભાળ ઝૈનાની પ્રતિનિધિત્વ ધરાવતી એક સંસ્થા જે આણુજી કલ્યાણુજીના નામે ચાલે છે તે રાખે છે. નાના તીર્થાની સંભાળ આજુબાજુના શહેરના સધા રાખે છે.
મદિરામાં સ્વચ્છતા રાખવા અને શાંત વાતાવરણ ઊભું કરવાની જૈનેાએ ધણી સંભાળ રાખી છે. ક્રાઇ પણ રીતે મંદિર કે મૂત્તિને અસ્વચ્છ કરવી તેને આશાતના કરી કહેવાય છે અને આશાતના કરવી એ પાપ ગણાય છે. આ કારણથી જૈનેનાં મંદિર હિંદુએનાં અન્ય મદિરા કરતાં ઘણાં જ સ્વચ્છ હાય છે.
મૂર્તિને દરરોજ સવારે દૂધને પખાળ કરી ચેાકખા પાણીથી નવરાવવામાં આવે છે, અને ત્રણ કપડાંથી ( જેને અંગલૂછ્યાં કહેવામાં આવે છે) લૂછી નાખી ચંદન, ખરાસ અને કેસરથી પૂજા કરવામાં આવે છે. પૂજા કરી ભગવાનની મૂત્તિ" ઉપર જાતજાતનાં સુવાસિત ફૂલે ચડાવવામાં આવે છે, આ સિવાય સ્વચ્છતા માટે અગર વગેરેના ધૂપ કરવામાં આવે છે, અને ઘીના દીવા કરવામાં આવે છે. આ રીતે મ ંદિરનું વાતાવરણુ સ્વચ્છ અને સુગંધીમય ખની રહે છે. સુગધીમય વાતાવરણુ ભગવાનની ભક્તિ કરતાં આત્માને અનેરી શાંતિ આપે છે, અને તલ્લીન બનાવી દે છે. ગંદાં કપડાં પહેરનાર અથવા અસ્વચ્છ શરીરવાળાને મંદિરમાં જવાની મનાઈ હોય છે, પૂજા કરનાર શ્રાવક પાતે સ્નાન કર્યાં પછી જ પૂજા કરી શકે છે.
ઉપરની રીતથી કરેલી પૂજા - દ્રવ્ય પૂજા ' કહેવાય છે, દ્રવ્ય પૂજા કર્યાં પછી ભાવ પૂજા' કરવામાં આવે છે, ભાવ પૂજામાં ચૈત્યવંદન, સ્તવન કે ધ્યાન કરવામાં આવે છે, તેમજ સ્નાત્ર-પૂજા વગેરે ભણુાવાય છે. ચૈત્યવંદન, સ્તવન તેમજ ભણાવાતી પૂજામાં ભિન્ન ભિન્ન પ્રકારની રાગ–રાગણીઓ હોવાથી સંગીતની એકતાનતાને આહલાદ પણ
અનુભવાય છે.
સામાન્ય રીતે કાઇ રાજા-મહારાજા જેવા મેાટા માણસ પાસે જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com