________________
કે આ અગિયારે પંડિતને એક એક વિષયમાં શંકા હતી. જેમકે –જીવ છે કે નહિ? કર્મ છે કે નહિ ? શરીર એ જ આત્મા હશે કે શરીરથી ભિન્ન એ કે આત્મા હશે? વગેરે જાતજાતની શંકાઓ હતી. પણ ભગવાનને પૂછેલા પ્રશ્નોના જવાબથી તેઓ નિત્તર તે થયા પણ ગુણ ગ્રાહી હેવાથી તે જ સમયે એક પછી એક આવેલા અગિયારે વિદ્વાનોએ ભગવાન પાસે દીક્ષા લઈ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. અને એ પંડિતેને વિદ્યાર્થી સમૂહ પણ પંડિતેના શિષ્ય તરીકે જૈન ધર્મમાં દીક્ષિત થયે.
એકંદરે તે વખતે અગિયાર ગણધર સિવાય ચુમ્માલીસ જેટલાએ જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી. ' આ અગિયાર ગણધરેએ ભગવાનની દેશના સાંભળી બાર અંગની રચના કરી. તેમાંના અગિયાર અંગ તો આજે પણ મોજુદ છે; જેનું વિર્ણન આગળ કરી દેવામાં આવ્યું છે. જો કે આજે જે બચેલું ધાર્મિક સાહિત્ય છે તે તે ગણધરોએ રચેલાં શાસ્ત્રોને બહુ નજીઓછો ભાગ છે.
પ્રભુએ દીક્ષા લીધા પછી બેંતાલીશ ચેમાસાં જુદા જુદા દેશમાં કર્યા. છેલ્લે મારું અપાપા નગરીમાં થયું, જે આજે પાવાપુરીને નામે ઓળખાય છે. પ્રભુ આ નગરીમાં આ માસની અમાવાસ્યાની રાત્રિએ કાળધર્મ પામ્યા હતા. ભગવાનનું નિર્વાણ ઈ. સ. પૂ. પર૭ વર્ષ પહેલાં થયું હતું.
પ્રભુના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધરને પ્રભુ ઉપર ખૂબ મેહ હતે. પ્રભુ નિર્વાણ પામ્યા તે દિવસે અગાઉથી પ્રભુએ એક બ્રાહ્મણ પંડિતને ગૌતમસ્વામીને પ્રતિબંધ કરવા મેકલ્યા હતા. ગૌતમસ્વામી અન્યત્ર વિચરતા હતા ત્યાંથી પાછા આવ્યા ત્યારે પ્રભુનું નિર્વાણ સાંભળી તેમને ખૂબ આધાત થયો. પણ અંતે તેમને વિચાર થયો કે પ્રભુ તે વીતરાગ હતા. મારે આટલે બધે રાગ શા માટે ? બસ, આ વિચારથી તેમને મેહ દૂર થતાં કેવળજ્ઞાન પ્રકટયું. જેને ભક્તિથી ગૌતમસ્વામીની પણ પૂજા કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com