________________
: ૧૦૧ :
*
નહિ એ ખુલ્લું છે; કારણ કે એમ કહેવામાં આત્મા ઉત્પન્ન થનારી કરે છે અને અતઅવ વિનાશી રે છે. એ સિવાય, આત્માના અભાવે ક્રમ ’. વસ્તુ જ ઘટતી નથી. આ રીતે એ બંને પક્ષે! જ્યારે ઘટી શક્તા નથી, ત્યારે આત્મા અને કમ એ અને હંમેશાંથી સાથે (અનાદિસહયુક્ત ) છે” એ ત્રીજો પક્ષ સિદ્ધ થાય છે.
<<
જૈનશાસ્ત્રમાં કમના મુખ્ય આઠ પ્રકારો બતાવ્યા છે—જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય, માહનીય, આયુ, નામ, ગેાત્ર અને અન્તરાય એ નવુ કહેવાનું રહેતું નથી –આત્મા અસલ સ્વરૂપે અનન્તજ્ઞાનરૂપ— સચ્ચિદાનન્દમય છે, પરંતુ પૂર્વક્તિ કર્મોના આવરણવશાત્ તેનું મૂલ સ્વરૂપ આચ્છાદિત છે. એથી એનું સંસારમાં પરિભ્રમણુ છે અને ભવચાની અનેકાનેક વિડંબનાઓ એને વળગેલી છે.
જ્ઞાનાવરણકમ, આત્માની જ્ઞાનશક્તિને ખાવનાર છે. આ કમ જેમ જેમ વધારે જોરદાર થાય છે, તેમ તેમ તે, જ્ઞાનશક્તિને વધારે આચ્છાદિત કરે છે. બુદ્ધિના અધિકાધિક વિકાસ થવાનું મૂળ કારણુ, આ ક્રમનું શિથિલ થતું જવુ, એ છે. આ ક્રમના સંપૂર્ણ ક્ષય થયે • ધ્રુવળજ્ઞાન ” ( સકલ લેાકાલાકના સમગ્ર પદાર્થોનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન) પ્રકટ થાય છે.
દનાવરણકર્મ, દર્શનશક્તિને દુખાવનાર છે. જ્ઞાન અને દનમાં વધુ અન્તર્ નથી. સામાન્ય પ્રકારના જ્ઞાનને ‘ દર્શન” નામ આપ્યું છે. જેવી રીતે, ક્રાઇ માણુસને દૂરથી જોતાં સામાન્ય રીતે જે મનુષ્યત્વમાત્રનું ભાન થાય છે, તે દન છે; અને પછી એને વિશેષ પ્રકારે એષ થવા એ જ્ઞાન છે. નિદ્રા આવવી, આંધળાપણું, ખેહરાપણું વગેરે આ ક્રમનાં
ફળ છે.
વેદનીય કનુ કાં સુખ-દુઃખના અનુભવ કરાવવાનુ છે. સુખને અનુભવ કરાવનારને સાતવેદનીય કમ અને દુઃખના અનુભવ કરાવનારને અસાતવૈદનીય ક્રમ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com