________________
: ૧૦૪ : પહેલી નિર્જરા સામનિર્જરા કહેવાય છે, જયારે બીજી અકામ-
નિરા છે. વૃક્ષનાં ફળે, જેમ સ્વતઃ સમય પ્રાપ્ત થયે વૃક્ષ પર પાકે છે, અને ઉપાયથી પણ શીધ્ર તેને પકવવામાં આવે છે, એ પ્રમાણે કર્મ, સ્વતઃ અવધિ પૂર્ણ થયે પાકી જઇ, ભગવાઈ જઈ ખરી પડે છે, અને તપથર્યા વોર તીવ્ર ઉપાયોથી પણ કર્મને પકવી ક્ષીણ કરવામાં આવે છે.
" જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર ધાતિકમ' કહેવાય છે; કારણ કે તે આત્માના કેવલજ્ઞાન આદિ મુખ્ય ગુણોને હણનાર (આવરનાર) છે. આ ચાર ઘાતિકને ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રકાશિત થાય છે. આ વલજ્ઞાન લેક-અલેકના ભૂત, ભવિષ્યદ્ અને વર્તમાન તમામ પદાર્થોના સંપૂર્ણ સાક્ષાત્કારરૂપ છે. આ જ્ઞાનને પ્રકાશ થતાં આત્મા સર્વજ્ઞ બને છે. એ સર્વ આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચાર કર્મો, જે અધાતિ અથવા “ભપગ્રાહિ” કહેવાય છે તેને-ક્ષીણ કરે છે અને તક્ષણાત તેઓને આત્મા સીધું ઊર્ધ્વગમન કરતે, એક સમયમાં લેકના અગ્રભાગ ઉપર અવસ્થિત થાય છે. આ અવસ્થાને કહે છે –
મેક્ષ.
નવમું તત્વ મેક્ષ છે. અને તેનું લક્ષણ –“ રાવર્મા ના” અથવા “પરમારનો મુરાર” એ સૂત્રોથી “સર્વ કર્મને ક્ષય” અથવા “સર્વ કર્મોનો ક્ષયથી પ્રાદુર્ભત થતે પરમ આનન્દ ” એ પ્રકારે દર્શાવવામાં આવે છે. સર્વ કર્મોને ક્ષય થવાથી ઊર્ધ્વગમન થવું; એ આત્માને રવભાવ છે, અને એ વિષે તુંબડીનું ઉદાહરણ પહેલાં અપાઈ ગયું છે. ઊર્ધ્વગમન કરતો આત્મા, લેકના અગ્ર ભાગે પહોંચી અટકી જાય છે અને ત્યાં આગળ ગમન કરી શકતું નથી; કેમકે પહેલા કહેવાઈ ગયું,
-
-
-
-
-
-
૧. ઘાતિથી વિપરીત અપાતિ. ૨. ભવ એટલે સંસાર અથવા શરીર, તેને કાવી રાખનાર એ “ભપઝાહિ” શબ્દને અર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com