________________
: ૧૩ :
પ્રભાવ છે. હાર પ્રકારના બુદ્ધિપૂર્વક પ્રયાસ કરવા છતાં વ્યાપારમાં ોહમંદ ન થવાય, અથવા નુકશાન વેઠાય એ આ કર્મનું કામ છે. શરીર પુષ્ટ હોવા છતાં ઉત્તમ કરવા તત્પર ન થવાય, એ આ કર્મનું પરિણામ છે.
કર્મસંબંધી ટૂંક હકીકત કહેવાઈ ગઈ. જેવા પ્રકારના અધ્યવસાય હેય, કર્મ, તેવા પ્રકારનું ચિકણું બંધાય છે, અને ફળ પણ તેવું જ ચિકણું ભોગવવું પડે છે. કર્મના બંધન સમયે તેની સ્થિતિ, અર્થાત કર્મવિપાક કેટલા વખત સુધી ભેગવા જોઈએ, એ કાલને નિયમ પણ બંધાઈ જાય છે. કર્મ, બંધાયા પછી તરત જ ઉદયમાં આવે, એમ સમજવાનું નથી. જેમ બીજ વાવ્યા પછી તરત પાક થતું નથી. તેમ, કર્મ બંધાયા પછી અમુક કાલ પસાર થયા બાદ, તે ઉદયમાં આવે છે. ઉદયમાં આવ્યા પછી કર્મ ક્યાં સુધી ભોગવવું જોઈએ, એને નિયમ નથી. કારણ કે પૂર્વે બંધાયેલા સ્થિતિકાલમાં પણ આત્મપરિણામ પ્રમાણે ફેરફાર થઈ જાય.
કર્મનું બંધાવું એક રીતનું હેતું નથી. કેઈ કર્મ અતિગાઢ બંધાય છે, જ્યારે કઈ કર્મ ગાઢ, કઈ શિથિલ અને કેઈ અતિશિથિલ બંધાય છે. જે કર્મ અત્યંત ગાઢ બંધાય છે, તેને જેનશા “નિકાચિત” એવું નામ આપે છે. આ કર્મ પ્રાયઃ અવશ્ય ભોગવવું પડે છે. બાકીનાં કર્મો શુભ ભાવનાઓના પ્રબળ વેગથી (વિપાકરૂપે) ભેગવ્યા વગર પણ. છૂટી શકે છે. બંધાયેલાં કર્મો ભેગવ્યા બાદ જે ખરી પડે છે, એનું નામ છે –
નિર્જરા. - આ નિર્જરા બે રીતે થાય છે–એક નિર્જરા ઉચ્ચ આશયથીકલ્યાણ ભાવનાથી કરાતા તપશ્ચરણ વગેરેના સાધનથી કર્મને જે ક્ષય થાય છે તે છે. અને બીજી, કર્મ ભેગવાઈ જઈ ખરી પડે એ છેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com