________________
: ૯ : આપ્યું છે. જે વ્યાપારોથી-જે પ્રવૃત્તિઓથી આત્માની સાથે કર્મ સંબંધ થાય તે વ્યાપાર–તે પ્રવૃત્તિઓ “આસવ' કહેવાય છે. જે કામોથી કર્મપ્રવાહ આત્મામાં દાખલ થાય તે “આસવ” મન, વચન અને શરીરના વ્યાપારે શુભ હોય તે શુભ કર્મ અને અશુભ હેય તે અશુભ કર્મ બંધાય છે. આ માટે મન, વચન અને શરીરના વ્યાપાર
એ જ આસવ છે. મનને વ્યાપાર-દુષ્ટચિન્તન કે દુષ્ટ શ્રદ્ધા અથવા સારુ ચિન્તન કે રૂડી શ્રદ્ધા છે. વચનને વ્યાપાર-દુષ્ટ ભાષણ અથવા સારું ભાષણ છે. શરીરને વ્યાપાર હિંસા, ચેરી, વ્યભિચાર વગેરે દુષ્ટ આચરણ અથવા જીવદયા, ઈશ્વરપૂજન, દાન વગેરે પવિત્ર આચરણ છે.
પુણ્ય કર્મ યા પાપ કર્મ બંધાવામાં મુખ્ય પ્રયોજક મનોવ્યાપાર - છે, જ્યારે વચનવ્યાપા તથા શારીરિક ક્રિયાઓ મનેયોગને પુષ્ટિ આપનાર તરીકે કર્મબંધનના હેતુ છે.
મને યોગ, વચન અને શરીરયોગરૂપ આસવથી બંધાતા કર્મો અટકાવનાર આત્માના નિર્મલ પરિણામને
સંવર, કહેવામાં આવે છે. “સંવર’ શબ્દ સમ પૂર્વક રૂ ધાતુથી બનેલે છે. “ પૂર્વક રૃ ધાતુનો અર્થ રોકવું અટકાવવું થાય છે. કર્મ બંધાતું અટકે તે “સંવર” સમજ. જે ઉજજવળ આત્મપરિણામથી કર્મ બંધાતું અટકે, તે ઉજજવળ પરિણામ “સંવર' છે. આમ
અટકવું ' અને જેનાથી અટકે તે બને સંવર” કહેવાય. સર્વ કર્મો બંધાતાં અટકી જાય એવી સ્થિતિ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આવે છે; પરંતુ આત્માની જેમ જેમ ઉન્નત અવસ્થા થતી જાય છે, તેમ તેમ કર્મબન્ધનમાં ઘટાડો થતો જાય છે.
બંધ, કમને આત્માની સાથે દૂધ અને પાણીની પેઠે સંબધ થ, એનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com