________________
: ૧૦૦ નામ બંધ છે. કમ ક્યાંય લેવા જવાં પડતાં નથી, કિન્તુ આખા લેકમાં તેવા પ્રકારનાં દ્રવ્ય ઠાંસી ઠાંસીને ભરેલાં છે, જેને “કમ વગણ' એવું નામ જેન શાસ્ત્રકારે આપે છે. આ દ્રવ્ય, રાગ-દ્વેષના પરિણામરૂપ ચિકાશને લીધે આત્માને વળગે છે. - અહીં એ પ્રશ્ન ઊભો થઈ શકે છે કે-શુદ્ધ આત્માને રાગદ્વેષની ચિકાશ લાગવી કેમ જોઈએ? આના સમાધાનમાં સમ દષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. આત્માને રાગદ્વેષની ચિકાશ અમુક વખતે લાગી, એમ તે કહી શકાય નહિ; કારણ કે તેમ કહેવામાં, જે વખતે આત્માને રાગદ્વેષની ચિકાશ લાગી, તે પહેલાં આત્મા, શુદ્ધસ્વરૂપવાળો ઠરે છે અને શુદ્ધ સ્વરૂપવાળા આત્માને રાગદ્વેષને પરિણામ થવાનું કોઈ કારણ નથી. શુદ્ધસ્વરૂપી આત્માને રાગદેષના પરિણામને પ્રારંભ થવાનું માનવામાં આવે, તે મુક્તિદશાને પામેલા આત્માઓ-શુદ્ધ આત્માઓને પણ ફરી રાગદેવને પરિણામ ઉત્પન્ન થવાનું કાં નહિ બને? ભૂતકાળમાં પહેલાં આત્મા શુદ્ધ હતું અને પછીથી એને રાગદ્વેષને પ્રાદુર્ભાવ થયે, એમ માનવા જતાં, ભવિષ્ય કાલમાં મુક્ત અવસ્થાની શુદ્ધ સ્થિતિએ પહોંચ્યા પછી પણ ફરી રાગદ્વેષને પ્રાદુર્ભાવ થવાની ઊભી થતી આપત્તિ શી રીતે હઠાવી શકાશે? આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે-આત્માને રાગદ્વેષને પરિણામ અમુક વખતથી ઉત્પન્ન થયેલ નથી, કિન્તુ તે અનાદિ છે.
સુવર્ણ, માટીની સાથે જેમ અનાદિકાલથી મળેલું છે અને એથી એને ઉજજવળ ચાકચિક્ય સ્વભાવ ઢંકાયલે છે, એ પ્રમાણે આત્માનું પણ શુદ્ધ બ્રહ્મસ્વરૂપ, અનાદિસંયુક્ત કર્મપ્રવાહના આવરણથી ઢંકાયેલું છે. મલિન દર્પણને ઉટકવાથી–માંજવાથી તે ઉજજવળ થાય છે અને ઝગમગે છે, તેમ આત્મા પરના કર્મ–મેલ ધોવાઈ જવાથી આત્મા ઉજજવળ બને છે અને પિતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે.
એટલે “આત્મા પહેલે અને પછી કમને સંબંધ” એમ માનવું અની શકતું નથી. “કમ પહેલું અને આત્મા પછી” એમ તે બેલાય જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com