________________
: ૭ : (સુમમાં સૂક્ષ્મ) અંશ. ઘટ, પટ આદિ પદાર્થોના સુક્ષ્મ અંશે પરમાણ છે, એ તે સહુ કઈ સમજે છે. અને એ પરમાણુઓ જ્યાં સુધી સાથે લાગેલા હેગ-અવયવી સાથે સંબદ્ધ હેય, ત્યાંસુધી તેને “પ્રદેશ” નામથી વ્યવહાર થાય છે, અને અવયવીથી છૂટા પડ્યા પછી-જૂદા થઈ ગયા પછી તે “પરમાણુ” નામથી વ્યવહેત થાય છે, પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને આત્મા એ ચાર અરૂપી પદાર્થોના પ્રદેશો તે વિલક્ષણ પ્રકારના છે. એ પ્રદેશો–પરસ્પર અત્યંત ઘનીભૂત તદન એકીભૂત છે. ઘડાના પ્રદેશ સૂક્ષ્મ અંશે ઘડાથી જુદા પડે છે, તેમ ધર્મ, અધમ, આકાશ અને આત્માના પ્રદેશો એક બીજાથી જુદા પડી શકે જ નહિ. અસ્તિકાય,
આત્મા, ધર્મ અને અધર્મ એ ત્રણના અસંખ્યાત પ્રદેશ છે. આકાશ અનન્તપ્રદેશવાલું છે. લેકસંબંધી આકાશ અસંખ્યાતપ્રદેશવાળ અને અકસંબંધી આકાશ અનન્તપ્રદેશવાળું છે. પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ્રદેશ હોય છે. આવી રીતે પ્રદેશયુક્ત હેવાથી એ પાંચ “અસ્તિકાય ” કહેવાય છે. “ અસ્તિકાય” શબ્દને અર્થ—અસ્તિ એટલે પ્રદેશ અને “કાય” એટલે સમૂહ, અર્થાત પ્રદેશસમૂહથી યુક્તએવો થાય છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને જીવની સાથે અસ્તિકાય” શબ્દ જોડીને બેલીએ તે “ધર્માસ્તિકાય” “અધર્માસ્તિકાય” આકાશાસ્તિકાય ” “ પુદગલાસ્તિકાય” “જીવાસ્તિકાય” એ પ્રમાણે બોલાય છે.
કાલને પ્રદેશ નહિ હેવાથી તે “અસ્તિકાય” કહેવાય નહિ. ગયે સમય નષ્ટ થયે, અને ભવિષ્ય સમય અત્યારે અસત છે, ત્યારે ચાલ સમય એટલે વર્તમાન ક્ષણ, એ જ સદ્દભૂત કાલ છે. મુદ્દd, દિવસ,
૧. જેની સંખ્યા ન થઈ શકે, તે અસખ્યાત. આ સામાન્ય અર્થ સમજવા ઉપરાંત જૈનશાસ્ત્રમાં બતાવેલ વિશેષ અર્થ સમજવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com