________________
વસ્તુસ્થિતિ એવી નથી. જ્ઞાન ઇચ્છા વગેરે ગુણે મૃતક શરીરમાં નહિ રહેવાથી એ સાબિત થાય છે કે તે ગુણોને આધાર શરીર નથી, પણ બીજે છે. અને એનું નામ આત્મા છે. શરીર, પૃથ્વી, જલ આદિ ભૂતસમૂહથી બનેલું ભૌતિક છે, એટલે એ જડ છે. અને જેમ ભૌતિક ઘટ, પટ વિગેરે જડ પદાર્થોમાં જ્ઞાન, ઈચ્છા આદિ ધર્મોની સત્તા નથી, તેમ જડ શરીરમાં પણ જ્ઞાન, ઈચ્છા આદિ ધર્મોની સતા હોઈ શકે નહિ. - શરીરમાં પાંચ ઈદ્ધિ છે; પરંતુ તે ઈદ્રિયને સાધન બનાવનાર આત્મા, તે ઈદ્રિયોથી જુદો છે; કારણ કે ઈદ્રિય ધારા આત્મા રૂપ-રસ આદિનું જ્ઞાન કરે છે, ચક્ષથી રૂ૫ જુએ છે, જીભથી રસ ગ્રહણ કરે છે, નાકથી ગંધ લે છે, કાનથી શબ્દ સાંભળે છે અને ત્વચાથી (ચામડીથી) સ્પર્શ કરે છે. દષ્ટાંત તરીકે જેમ, ચપુથી કલમ બનાવાય છે, પણ ચપ્પ અને બનાવનાર એ બે જૂદા છે, દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર એ બે જૂદા છે, દીવાથી જોવાય છે, પણ દીવો અને જનાર એ બે જૂદા છે; તેવી રીતે ઈદ્રિયોથી રૂ૫, રસ વગેરે ગ્રહણ કરાય છે; પણ ઈદ્ધિ અને વિષયોને ગ્રહણ કરનાર એ જુદા છે. સાધકને સાધનની અપેક્ષા છે, પણ એથી સાધક અને સાધન એ બે એક હેઈ શકે નહિં. ઈદ્રિય, આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે, એથી સાધનભૂત ઈદ્રિય અને સાધક આત્મા, એ એક હેઈ શકે નહિ. એ સિવાય એ પણ યાદ રાખવું જોઈએ કે ઈદ્રિયો એક નથી કિન્તુ પાંચ છે, એથી ઈદ્રિયોને આત્મા માનવા જતાં, એક શરીરમાં પાંચ આત્માઓ થઈ પડે, જે ઈચ્છવા જોગ નથી.
બીજી રીતે જોઈએ તે, જે માણસની ચક્ષ ચાલી ગઈ હોય છે, તેને પણ, ચક્ષુની હૈયાતીમાં પૂર્વે દેખેલા પદાર્થો યાદ આવે છે-સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. ઈતિને આત્મા માનીએ તો આ વાત નહિ બને, ઈદ્રિયોથી આત્માને અલાયદે માનીએ ત્યારે જ આ હકીકત બની શકે, કારણ કે ચક્ષથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણ, ચક્ષના અભાવે, ન ચક્ષથી થઈ શકે તેમ છે, ન બીજી ઇન્દ્રિયોથી થઈ શકે તેમ છે. બીજી ઇકિયેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com