________________
અણુ નહિ થવામાં કારણ એ છે કે એક પુરુષે દેખેલી વસ્તુને જેમ બીજો માણસ સ્મરણ કરી શકતા નથી. તેવી રીતે ચક્ષુથી દેખાયલા પદાર્થોનું, બીજી ઈદ્રિયોથી સ્મરણ થઈ શકે નહિ. એકને થયેલા અનુભવનું બીજાને સ્મરણ થાય જ નહિ. એ તદ્દન સુગમ હકીકત છે. ત્યારે ચક્ષુથી દેખાયલી વસ્તુઓને ચક્ષુના ચાલ્યા પછી સ્મરણ કરનાર જે શક્તિ છે, તે ચેતન્યસ્વરૂપ આત્મા છે. આત્માએ ચક્ષુધારા જે વસ્તુઓ પૂર્વે પ્રત્યક્ષ કરી હતી, તે વસ્તુઓને, ચક્ષુની ગેરહાજરીમાં પણ પૂર્વ અનુભવથી સ્થાપિત થએલા સંસ્કારનું સ્કરણ થવાથી આત્મા સ્મરણ કરી શકે છે. આવી રીતે અનુભવ અને સ્મરણના એક બીજાના ઘનિષ્ટ સંબધને લીધે પણ સ્વતંત્ર ચિતન્યસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે.
હું અમુક વસ્તુને જોઈને પછી અડ્યો” આ અનુભવ દરેક મનુષ્યને થયા કરે છે. આ અનુભવ ઉપર વિચારદષ્ટિ ફેંકવાથી ખી રીતે જણાઈ આવે છે કેતે વસ્તુને જેનાર અને અડનાર જૂદા નથી, કિંતુ એક જ છે. એ એક કાણુ? તે, ચક્ષુ હોઈ શકે નહિ, કારણ કે તેનું કામ સ્પર્શ કરવાનું નથી. તેમજ તે, સ્પર્શન ઈદ્રિય (ત્વચા) પણ કહી શકે નહિ, કારણ કે તેનાથી જોવાનું બનતું નથી. આ હકીકતથી એ નિઃશંક સિદ્ધ થાય છે કે વરતુને જોનાર અને સ્પર્શ કરનાર છે એ એક છે, તે, ઈદ્રિયથી જૂદો આત્મા છે.
આત્મામાં કાળો, ધોળ, પીળા વગેરે કઈ વર્ણ નથી; એથી બીજી વસ્તુઓની જેમ તે પ્રત્યક્ષ થઈ શકતું નથી. પ્રત્યક્ષ નહિ થવાથી તે વસ્તુ નથી, એમ માની શકાય નહિ, કેમકે પ્રત્યક્ષ પ્રમાણુ સિવાય બીજાં પ્રમાણે અનુમાન આદિથી પણ વસ્તુસત્તા સ્વીકારાય છે. જેમ કે પરમાશુઓ ચમચક્ષુથી દેખી શકતા નથી, પરમાણુ હેવાની ખાતરી કાટે કઈ પ્રત્યક્ષ પ્રમાણુ નથી, છતાં અનુમાન પ્રમાણુથી દરેક વિદ્વાન તેને સ્વીકાર કરે છે. સ્થલ કાર્યની ઉત્પત્તિ માટે સૂક્ષ્મ–પરમ સૂક્ષ્મ આજુઓ હોવાની સાબિતી અનુમાન પ્રમાણ ઉપર ક્લી છે. આત્માના સંબંધમાં પણુ સમજવાનું છે કે જગત્ની અંદર કેઈ સુખી તે કઈ દુઃખી, કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com