________________
ઉપસર્ગો સહન કર્યા. આ ઉપસર્ગોમાં થલપાણિ યક્ષને ત્રાસદાયક ઉપદ્રવ, સુદષ્ટ નાવમાં નદી ઓળંગતી વખતે કરેલે ઉપદ્રવ, સંગમ દેવના ઘેર ઉપસર્ગો તેમજ પ્રભુના કાનમાં ખીલા ઠોકી કરેલે ગવાળિયાઓને ઉપસર્ગ મુખ્ય છે, આ ઉપસર્ગોમાં પ્રભુને આહાર ન મળ, ટાઢ, તડકે, મચ્છર આદિ બાવીશ ઉપસર્ગો ઉપરાંત બીજા પણ ઉપદ્રવ સહન કરવા પડ્યા હતા. .
ગશાળા નામે એક મંખ જાતીય યુવક ભગવાનને શિષ્ય બન્યો હતા તેથી તે મંખલિ ગોશાળક કહેવાતે, પણ મહાવીરને ઉપદેશ તેના જીવનમાં ઉતરેલે નહિ. પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની સાથે ફરતો અને ઐચિછકપણે પિતાનું ગુજરાન ચલાવો. પછી તે તે મહાવીરથી જુદો થઈને તેમને પ્રતિસ્પર્ધી બને અને પોતે પણ સર્વજ્ઞ હેવાને દા કરવા લાગ્યો, તેણે પણ પિતાને “ નિયતિવાદ” નામનો સિદ્ધાંત ચલાવ્યું. જે “આજીવકપંથ” નામે કહેવાય છે. તેની કેટલીયે હકીકત જૈન, બૌદ્ધ સૂત્ર ગ્રંથમાં આવે છે. આ ગોશાલક તરફથી થયેલા અનેક ઉપદ્રવે પણુ ભગવંતને સહન કરવા પડ્યા હતા.
ભગવાન કેવળજ્ઞાન પામ્યા તે પહેલાં બાર વર્ષોમાં જ્યાં જ્યાં વિહાર કર્યો તેમાં તેઓ વર્ષા કાળના ચાર માસ એક સ્થળે રહેતા અને બાકીના આઠ માસ બરાબર વિહાર કર્યા કરતા. તેમના વિહારને પ્રદેશ મગધ દેશ હતા; જેમાં ચંપાપુરી, વૈશાલી, વાણિજ્યગ્રામ, રાજગૃહી, નાલંદા, મિથિલા, શ્રાવસ્તી, ભદ્રિકા, આલંભિકા વગેરે નગરીઓ ઉપરાંત વજભૂમિ નામના અનાર્ય દેશને પણ સમાવેશ થાય છે.
ભગવાન મહાવીરે બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. તે દરમ્યાન તેમણે એક વખત છ માસના ઉપવાસ, એક વખત છ માસમાં પાંચ દિવસ એાછાને ઉપવાસ, નવ વખત ચાર માસના, બે વખત ત્રણ માસના, બે વખત અઢી માસના, છ વખત બે માસનાં, બે વખત દેઢ માસના, બાર વખત એક મહિનાના, બહેતર વખત પંદર દિવસના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com