________________
: ૯ : દીક્ષા લીધા પછી પ્રભુ ગામે ગામ વિચારવા લાગ્યા, અને ઉગ્ર તપશ્ચર્યા પણ કરવા માંડ્યાં. આ સમય દરમ્યાન તેમને જાણું ઉપસર્ગો-દુખ સહન કરવા પડ્યાં. એવા કેટલાક ઉપસર્ગોનું વર્ણન નીચે અપાય છે –
પ્રભુ વિહાર કરી કુમાર નામના ગામમાં કાઉસગ ધ્યાને રવા હતા તે વખતે એક ગોવાળિયો પ્રભુ પાસે પોતાના બળદ મૂકી પિતાને ઘેર ગાયે દેહવા ગયા. બળદો ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળિયાએ પાછા ફરતાં બળદો ન જોયા, તેથી પ્રભુને “બળદ ક્યાં છે?” એમ પૂછવા લાગ્યા. પણ કાઉસગ્ય ધ્યાનમાં રહેલા પ્રભુએ એને કંઈ જવાબ આપે નહિ. ગોવાળિયે આખી રાત કમળની શોધમાં કર્યો, અને પ્રભુ પાસે પાછા આવ્યા. બળદે પિતાની મેળે જ ફરતા ફરતા આવી ગયા. બળદોને જોઈ ગોવાળિયાને પ્રભુ ઉપર ક્રોધ ચડ્યો. તેને એ લાગ્યું કે પ્રભુને ખબર હતી છતાં તેણે કહ્યું નહિ તેથી પ્રભુને મારવા ગયા. ઇન્દ્રને ખબર પડતાં ગોવાળિયાને અટકાવી દીધે અને ઉપસર્ગ દરમ્યાન પ્રભુની સેવામાં રહેવા માંગણું કરી. પ્રભુએ કહ્યું કે, “તીર્થકરે કેની મદદની અપેક્ષા રાખતા નથી.” આ સાંભળી શક્રેન્દ્ર ચાલ્યો ગયો, પણ પ્રભુને મરણાંત ઉપસર્ગો આવે તે તે અટકાવવા માટે એક દેવતાને ત્યાં મૂકતો ગયે.
વિહાર દરમ્યાન એક દરિદ્ર સોમ નામને બ્રાહ્મણ પ્રભુ પાસે આવી ધનની માગણી કરવા લાગ્યા. પ્રભુ પાસે બીજું કંઈ હતું નહિ માત્ર દેવદૂષ્ય હતું તેને અડધો ભાગ તેને આપી દીધું. આગળ વિહાર કરતાં બાકીને અડધે ભાગ કાંટામાં ભરાઈ ગયો જે પ્રભુએ જવા દીધે, એટલે પેલે બ્રાહ્મણ જે પ્રભુની પાછળ પાછળ જઈ રહ્યો હતો તેણે બીજો અડધો ભાગ પણ લઈ લીધો. આ રીતે પ્રભુએ આશરે એક વર્ષ સુધી વસ્ત્ર રાખ્યું. પછી તેઓ નિર્વસ્ત્ર વિહરવા લાગ્યા.
પ્રભુએ દીક્ષા લીધા પછી બાર વર્ષ સુધી અનુકૂળ તેમજ પ્રતિકૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com