________________
ત્રિશલા સણીને જે પુત્ર થશે તે ત્રણે લેકના નાયક ધર્મપ્રવર્તક જિન થશે. આ ચૌદ સ્વપ્નને મહિમા જેને ઘણી ખુશાલીથી અને ધામધૂમથી પ્રતિવર્ષ પર્યુષણ પર્વમાં ઉજવે છે.
ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી તેમના માતા-પિતાના ઘરમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ થતી રહી તેથી તેમણે ભગવાનનું નામ “વર્ધમાન” રાખ્યું. ભગવાનને જન્મ ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચંદ્રનો વેગ થયે ત્યારે ચૈત્ર શુદિ ૧૩ની મધ્યરાત્રે થયે હતે આ. જન્મ સમયે નારકીના છો જેમને કાયમી દુઃખ જ હોય છે તેમને તે સમયે આનંદને અનુભવ થયો. મહાવીરને જન્મ મહેસવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. આ જન્મમહોત્સવનું વર્ણન બહુ જ વિસ્તારથી કલ્પસૂત્ર” માં કરવામાં આવ્યું છે.
ભગવાન યૌવન અવસ્થા પામ્યા ત્યારે માતા-પિતાએ તેમને સમરવીર રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. તેમને પ્રિયદર્શને નામની એક પુત્રી થઈ, જેને પોતાના ભાણેજ જમાલી સાથે પરણાવી હતી.
પ્રભુ અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતા-પિતા સ્વર્ગવાસી થયા. માતા-પિતાની વિદ્યમાનતામાં તેમને દુઃખ ન થાય એ આશયથી દીક્ષા ન લેવી; એવી પ્રતિજ્ઞા લીધી હતી. એ પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે દીક્ષા લેવા માટે તેમના મોટાભાઈ નંદિવર્ધન રાજાની અનુમતિ માંગી, પણુ નંદિવર્ધનને માતા–પિતાના મૃત્યુનું દુઃખ તાજું હવાથી બે વર્ષ વધુ સંસારમાં રહેવા આગ્રહ કર્યો, જે તેમણે માન્ય રાખે. દીક્ષા લેવાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે પ્રભુએ દરરોજ દાન આપવા માંડયું.
પ્રભુની ઉંમર ત્રીસ વર્ષની થઈ ત્યારે માગશર વદિ ૧ના દિવસે ક્ષત્રિયકુડપુર નજીકના ઉદાનમાં અશોક વૃક્ષની નીચે આવી વસ્ત્ર-આભૂપણને ત્યાગ કરી ફક્ત દેવતાઓએ આપેલું “દેવદૂષ્ય ” નામનું વસ્ત્ર ધારણ કરી દીક્ષા લીધી. ત્યારે પ્રભુએ છજું એટલે બે ઉપવાસનું તપ કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com