________________
: ૭૩ :
તારંગા:
ગૂજરાતમાં આવેલા તારંગાના પહાડ ઉપર મહારાજા કુમારપાલે બંધાવેલું એક ભવ્ય મંદિર છે, જેના ઘુમ્મટમાં એવું લાકડું વાપરેલું છે કે જે લાકડું સળગતું નથી. આ મંદિરની પ્રતિમા મનુષ્ય કરતાં વધુ ઊંચી છે. કેશરિયાજી:
ઉદેપુર રાજ્યમાં આવેલ કેશરિયાજીનું તીર્થ પ્રભાવશાળી ગણાય છે; જ્યાં જેને સિવાય બીજા હિંદુઓ પણ યાત્રાર્થે આવે છે, રાણકપુરઃ
રજપૂતાનામાં આવેલ રાણપુરનું મંદિર પણ સ્થાપત્યકળાને અજબ નમૂન છે. આ મંદિર વિમાન ઘાટનું અતિ સુંદર છે; જેની અંદર ૧૪૪૪ થાંભલા છે અને ૮૪ ભોંયરા છે.
ભગવાન મહાવીર જે પ્રદેશમાં વિચર્યા હતા તે રાજગૃહી તથા ક્ષત્રિયકુંડ, પાવાપુરી, ચંપાપુરીનાં તીર્થો બિહારમાં છે.
ગુજરાતનાં બીજાં તીર્થોમાં શંખેશ્વર, મેત્રાણ, ચારૂપ, ભોયણી, સેરિસા, પાનસર, ભીલડિયાજી, માતર વગેરે તીર્થો છે. અમદાવાદ શહેરમાં ૩૫૦ મંદિર તથા પાટણમાં ૧૨૫ મંદિર છે.
દક્ષિણમાં દિગંબરનાં તીર્થો ઉપરાંત તાંબરોનાં અંતરિક્ષ, કુલ્પાકજી વગેરે પણ તીર્થો છે.
હિંદુસ્તાનમાં દરેકે દરેક ઈલાકામાં કાશ્મીરથી કન્યાકુમારી અને સિંધથી બંગાળ-બ્રહ્મદેશ સુધી લગભગ બધાં જ મેટાં શહેરમાં જૈન મંદિર છે; જેમાં ઘણા દેશના શિલ્પકળાના સરસ નમૂનાઓ જોવા મળે છે.
મૈસુરના ગમેટેશ્વરના મંદિર વિષે આગળ જણાવવામાં આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com