________________
ઃ ૭૧ :
તીર્થં અને કળા—
શત્રુજય:
શત્રુંજય તીર્થ જૈનનાં સવ॰ તીર્થા કરતાં મેટ્ટુ અને વધુમાં વધુ પવિત્ર ગણાય છે. ભાવથી કરેલી શત્રુંજયની યાત્રા કરાડા વર્ષોનાં કર્મો ખપાવી શકે છે. તેથી જેણે શત્રુંજયની યાત્રા કરી નથી તેને અવતાર એળે ગયેા ગણાય છે. આ તી ઉપર નેમિનાથ સિવાયના ત્રેવીસ તી કરી આવી ગયા હતા; એવી માન્યતા છે, ભાગ્યે જ કાઇ જૈન એવા હશે જેણે શત્રુ જયની યાત્રા નહીં કરી હાય.
Ο
શત્રુંજય ઉપર એટલાં બધાં મશિને સમૂહ છે કે તેને મદિરાનુ નગર કહેવામાં આવે છે. નવ ફૂં કામાં આવેલાં આ મંદિરમાં હજારાની સખ્યામાં પ્રતિમાઓ છે, અને તેમની વિવિધતા કળાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે તેવી છે.
જૈને શત્રુ ંજયને શાશ્વત તીર્થ ગણે છે, અને આ અવસર્પિણીમાં તેના પ્રથમ ઉદ્દાર ઋષભદેવના પુત્ર ભરતે બહુ પ્રાચીન કાળમાં કર્યાં હતા. તે પછી બારમા ઉદ્ઘાર સં. ૧૦૮માં જાવડશાહે કર્યા, તેરમા ઉદ્દાર કુમારપાળના મંત્રી ભાડે કર્યા અને ચૌદમા ઉદ્ઘાર સ. ૧૫૮૭ માં કરમાશાહ મંત્રીએ કર્યાં. સમય . સમય પર થતી રાજ્યક્રાંતિ અને વિધર્મીઓના આક્રમણથી તીર્થોનું નુકશાન થયા કરતું પણુ તેને પાછું સમરાવી દેવામાં આવતું અને નવી પ્રતિમાઓ કે મદિરા પણુ વચ્ચે જતાં.
ગિરનાર :
શત્રુંજય નજીક જૂનાગઢ રાજ્યમાં આવેલું ખીજું તીથ ગિરનારનું છે; જ્યાંથી ખાવીશમા તીર્થંકર નેમિનાથ માક્ષે ગયા હતા, ત્યાં તેમના નામનું મંદિર છે, ગિરનાર પર્વત પરનું જૈન તીર્થ વાસ્તવમાં અત્યંત પ્રાચીન હેાવાના અનેક પૂરાવાઓ પ્રાચીન ગ્રંથા ને શિલાલેખામાં મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com