________________
: ૭૦ ?
ખાલી હાથે જવું અપમાનસૂચક ગણાતું; તેથી કંઇ ને કંઈ ભેટયું સાથે લઈ જવામાં આવતું; એ અસલથી રિવાજ ચાલે આવે છે, ત્યારે ભગવાન પાસે જતાં તે ખાલી હાથે ન જ જવું જોઈએ એ દષ્ટિએ શ્રાવકે નાણું, બદામ કે છેવટે ચેખા પણ સાથે લઈ જઈ ભંડાર ઉપર મૂકે છે, વળી સારા-નરસા અવસરે પણ નાણાંની ભેટ મંદિરમાં ધરે છે, આ ભેટ માત્ર આપનારની ત્યાગ દૃષ્ટિએ જ મૂકાય છે, મંદિરમાં થતી ઉપજ દેવદ્રવ્ય કહેવાય છે, જેને ઉપયોગ જૈનેને પોતાના માટે કરી શકાતું નથી. દેવદ્રવ્યને ઉપયોગ કઈ પણ રીતે અંગત કામ માટે ન થાય તેની બહુ જ સંભાળ જેને રાખે છે; કેમકે દેવદ્રવ્ય વાપરનાર કે ખાનાર પણ પાપને ભાગીદાર ગણાય છે. દેવદ્રવ્યના નામે થતી ઉપજ મંદિરની મરામત, જીર્ણોદ્ધાર અને નવાં મંદિર બનાવવામાં વપરાય છે. એક મંદિરનું કે તીર્થનું વધારાનું દ્રવ્ય અન્ય તીર્થ કે મંદિરમાં વાપરી શકાય છે.
પૂજા સિવાય સવારે દર્શન માટે અને સાંજે આરતી કરવા માટે શ્રાવક્ર મંદિરે જાય છે.
જેને પોતાની કમાણુને મેટ ભાગ હજારે કે લાખની રકમ મંદિર કે મૂર્તિઓ બનાવવામાં ખરચે છે. હિંદુસ્તાનની સ્થાપત્ય કળાને આ રીતે સમૃદ્ધ બનાવવાની સાથે સાથે જ તેમણે એવાં દાનધારા આત્મકલ્યાણની ભાવના જાગૃત રાખી છે.
જેનોના બે મોટા ફિરકાઓ વેતાંબર અને દિગંબરેને ઘણો ભાગ મૂર્તિપૂજક છે. જો કે શ્વેતાંબર અને દિગંબર બંનેની પૂજા કરવાની રીતમાં થોડે ફેર છે.
વેતાંબર પંથમાં સ્થાનકવાસી નામે એક ત્રીજો ફિરકે છે. આ પંથના મુખ્ય સ્થાપક લેકશાહ લહિયાએ સોળમી શતાબ્દિમાં તેની સ્થાપના કરી હતી, બીજા તેરાપંથ ફિરકાની સ્થાપના ભીખમજી સ્વામીએ અઢારમા સૈકામાં કરી આ બંને ફિરકાઓ મૂર્તિપૂજામાં માનતા નથી, વસ્તુતઃ મૂર્તિપૂજાને વિરોધ ઇસ્લામની અસરને આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com