________________
શ્રાવક “પૌષધ' દ્વારા ઓછામાં ઓછો રાત દિવસને કે માત્ર દિવસને કે માત્ર રાત્રિને સાધુ ધર્મ પાળી શકે છે. તે માટે સાધુને વેગ હોય તો ત્યાં ઉપાશ્રયે જઈને જે સમય માટે સાધુધર્મ લે હેય તે સમય પૂરત શ્રાવકે વિધિપૂર્વક પૌષધ લઈ શકે છે.
પૌષધ અને સામાયિક દ્વારા શ્રાવક સાધુધર્મને અભ્યાસ કેળવી, શકે છે. અને છેવટે યોગ મળે ચારિત્ર લઈમેક્ષની સાધના કરી શકે છે; કારણ કે ચારિત્રહાર કર્મ ખપાવવાની વધુ અનુકૂળતા મળે છે.
સમમાં સુક્ષ્મ અહિંસા પાળી શકાય એ માટે જૈન શાસ્ત્રોમાં અનેક પ્રકારની ક્રિયાવિધિ કરતાં કાળજી રાખવા તરફ ભાર મૂકે છે. કેટલાક નિયમેનો જીવહિંસામાંથી બચવા સાથે જ મનુષ્યની તંદુરસ્તી જળવાય તેને પણ મેળ સાધ્યું છે. જેમ ઉકાળેલું પાણી પીવું, રાત્રિભોજન ન કરવું એટલે સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી ન ખાવું, કંદમૂળ, મધ, માખણુ, મહુડાં વગેરે અભક્ષ્ય પદાર્થો ન ખાવા,
બાહ્ય અને આંતર તપના પ્રકારે બતાવતાં ખાસ કરીને મોટી તિથિઓમાં બે ચૌદસ, બે આઠમ, અને સુદ પાંચમ એમ પાંચ તિથિએ, કઈ અગિયાર તિથિએ કંઈક વ્રત, પચ્ચકખાણ કરવાનું વિધાન કર્યું છે. વ્રતમાં મુખ્યત્વે બે ટંક ખાવુ, એક ટંક ખાવું, આયંબિલ એટલે નીરસ ભોજન ( ઘી, દહીં, દૂધ, તેલ, ગોળ વગેરે ચીજો વિનાનું) કરવાનું અથવા ઉપવાસ એટલે સળંગ ૩૬ કલાક સુધી દિવસે જ માત્ર ગરમ પાણી સિવાય કંઈ જ ખોરાક ન લે-વગેરે કરવાનું જણાવેલ છે. કેટલાક તે ઉપવાસમાં પાણી પણ લેતા નથી તેને “ચલવિહાર” ઉપવાસ કહે છે.
જૈનશાસ્ત્રોમાં દાનમહિમા ખૂબ વર્ણવ્યો છે અને તે માટે અનેક રસ્તાઓ પણ બતાવેલા છે; છતાં સુપાત્ર દાનમાં સાત ક્ષેત્રમાં દેવાનું દાન મહત્વનું ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com