________________
: ૨૩ :
કલ્યાણ ક્રમ સાધવું તે દરેક મનુષ્યનું કર્ત્તવ્ય હેાવુ જોઈએ. સાધુ ધમ તે અતિ ઉત્તમ છે જ પણ શ્રાવકધમ મારફતે પણ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વવાથી આત્માનું કલ્યાણુ સાધી શકાય છે.
પરમાત્માનું પૂજન, ગુરુમહારાજની સેવા, શાસ્ત્રવાંચન, સંયમ તપ અને દાનઃ એ ગૃહસ્થનાં છ કમાં શાસ્ત્રમાં બતાવેલાં છે.
આવકધમ ના નિત્યકર્મ:
દરેક જૈને પ્રાતઃકાળે નવકાર ગણીને ઊઠવું જોઇએ. નવકારથી અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરાય છે. નવકાર સ` મંત્રામાં મહામત્ર ગણાય છે. તે પછી શુદ્ધ થઈ ચાકખાં કપડાં પહેરી સવારનું પ્રતિક્રમણ. કરવું. પ્રતિક્રમણુમાં રાત્રે જાણ્યે અજાણ્યે થયેલાં પાપનું પ્રાયશ્ચિત કરવાનું હોય છે. મન, વચન અને કાયાથી થયેલા દેષા માટે પશ્ચાત્તાપ કરવાના હોય છે. પ્રતિક્રમણમાં ઓછામાં એન્ડ્રુ એ ઘડી એટલે ૪૮ મિનિટ સુધી બેસવું જોઇએ. તે બતાવેલી વિધિપૂર્વક કરવાનું હોય છે. રાત્રિના દોષો માટે રાઇ-રાત્રિ પ્રતિક્રમણુ સવારે અને દિવસના લાગેલા દેાષા માટે દેવિસ પ્રતિક્રમણ સાંજે કરવાનું ડાય છે.
પ્રતિક્રમણ પછી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાનની પૂજા અને ચૈત્યવંદન વિધિપૂર્વક કરવુ જોઇએ અને તે પછી સાધુના યાગ હોય તા ઉપાશ્રયે જઈ ધર્મ શ્રવણુ કરવું જોઇએ. તેમજ સાધુ-સાધ્વીની ભક્તિ એટલે તેમને આહાર-પાણી વહેારાવવાં તેમજ વસ્ત્ર-પાત્રાદિ સાધુ જીવનતે ઉપયાગી સાધના પેાતાની શક્તિ મુજબ આપવાં જોઇએ.
સાધુ જીવન અતિ ઉત્તમ છે. પણ તે પાળી ન શકાય તેા ગૃહસ્થ ધર્માંમાં ભૂતાવેલ એ ઘડીનું ચારિત્ર સામાયિક દ્વારા પાળવુ જોઇએ. સામાયિક એટલે ૪૮ મિનિટ એક આસને બેસીને સ્વાધ્યાય કરવા. એ સમયમાં તમામ સાંસારિક પાપ વ્યાપારના યાગ કરવાના હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com