________________
જૈન સાહિત્ય અને સાહિત્યકારો
હિંદના સાહિત્યસર્જનમાં જેનેએ અગ્રસ્થાન મેળવ્યું છે. અને આ યશ જૈનસંધની મુખ્ય અંગરૂપ ગણાતી સાધુ–સંસ્થાને આભારી છે. સાધુઓ સંસારથી વૈરાગ્ય પામીને દુનિયાની ઉપાધિઓથી મુક્ત બને છે અને તેમની ઉદરનિર્વાહ, રહેવાની અને પહેરવાની તમામ જરૂરિયાત શ્રાવકે તરફથી પૂરી પાડવામાં આવતી હોવાથી તેઓ પિતાને બધે સમય શાસ્ત્ર ભણવા-ભણાવવામાં અને અનેક વિષયોના ગ્રંથની રચનામાં ગાળે છે.
જેની સાધુ સંસ્થાનું અસ્તિત્વ દરેક કાળમાં હોય છે. તેથી સાહિત્યસર્જન દરેક કાળે થતું રહ્યું છે. થેડું સાહિત્ય શ્રાવકે તરફથી પણ સરજાયું છે.
જેનું સાહિત્ય ધાર્મિક ઉદ્દેશથી ઘડાયું છે. ધર્મના મૂળ સિદ્ધાંતને પ્રચાર પ્રત્યેક સમયે તીર્થકરે કરતા હતા, તેવી રીતે જ મહાવીરે પણ જે ધાર્મિક ઉપદેશ કર્યો એ બધે આગમ શાસ્ત્રમાં સંગ્રહી લેવામાં આવ્યા.
મહાવીરના સમયમાં ધાર્મિક શાસ્ત્રની ભાષા સંસ્કૃત હતી તેથી તેને ઉપગ માત્ર વિદ્વાને જ કરી શકતા; લેક સુધી એવા શાસ્ત્રને બેધ પહોંચતે નહિ. મહાવીરે તેમાં ફેરફાર કરી તે વખતની લૌકિક ભાષા પ્રાકૃત એટલે માગધીમાં જ ઉપદેશ આપ શરૂ કર્યો. તેવી જ રીતે બુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com