________________
: ૫૭ : તેમણે બીજાના મતખંડનના અનેક પુસ્તકે લખ્યાં. આત્મારામજીને જન્મ બ્રહ્મક્ષત્રિય જાતિમાં સં. ૧૯૯૭ માં પંજાબના ફિરોજપુર જીલ્લામાં થયો હિતે. પહેલાં તેઓ જેનેના સ્થાનક પંથના સમાગમમાં આવ્યા અને તેમણે તે પંથમાં દીક્ષા લીધી. તે મતવાળા મૂર્તિ પૂજામાં માનતા નથી, આત્મારામજીને અધ્યયન પછી મૂર્તિપૂજા જરૂરી લાગી અને તેમણે શ્વેતાંબર મૂર્તિપૂજક પંથમાં દીક્ષા લીધી. તેમના ગ્રંથમાં “અજ્ઞાનતિમિરભાસ્કર, સમ્યકત્વશદ્વારજૈનમત વૃક્ષ, જૈન તત્વદર્શ વગેરે જાણીતા છે. સં. ૧૯૫૦ ની ચીકાગોની વિશ્વધર્મ પરિષદ્દમાં તેમને જૈનધર્મના પ્રતિનિધિરૂપે જવાનું નિમંત્રણ મળેલું પણ સાધુ-આચારથી વિરુદ્ધ કંઈ પણ ન કરવાની દૃષ્ટિથી તેઓએ પિતાના બદલે બેરીસ્ટર વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરી ત્યાં મોકલ્યા હતા. તેમણે સં. ૧૯૫૩ જેઠ સુદ ૮ મે કાળ કર્યો.
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ જૈન સાહિત્યની સેવા કરી છે. તેમણે કેટલાંયે જૈન પુસ્તકે મેળવી અભ્યાસ કર્યો અને તેમાંના કેટલાકનાં અંગ્રેજી તેમજ જર્મન ભાષામાં ભાષાંતરે કર્યો અને એ ગ્રંથ ઉપર મૌલિક તુલનાત્મક અભ્યાસપૂર્વક નિબંધ પણ લખ્યા. તેમાં સૌથી વધારે જૈન ધર્મના અભ્યાસી તરીકે હર્મન યાકેબીએ નામના મેળવી છે. તેઓ જર્મનીના બોન વિદ્યાપીઠમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. તેમણે અન્ય પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી જેનધર્મ વિશેની ભૂલે સુધારી છે. તેમણે કલ્પસૂત્ર, પઉમચરિત્ર, સમરાઈચ કહા વગેરે ગ્રંથે પર વિવેચને કર્યા છે. જેમાં તેમની ઊંડી ગષણું નજરે પડે છે. તેમના ખાસ શિષ્ય છે. ગ્લેજોનપે “જૈનીઝમ” નામે જર્મન ભાષામાં ગ્રંથ લખ્યો છે જેનું ગુજરાતી ભાષાંતર પણ જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થયું છે. એ સિવાય તેમણે જેનેના “કર્મવાદ” ઉપર અભ્યાસપૂર્ણ નિબંધ લખે છે. તેને અંગ્રેજી અનુવાદ પ્રગટ થઈ ચૂકી છે. આ બંને વિદ્વાને હિંદમાં આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com