________________
: ૫૫
સમયસુંદર
આ જ સમયમાં સમયસુંદરગણિ નામના ખરતરગચ્છના એક સાધુ હતા. તેમની અનેક ગુજરાતી અને સંસ્કૃત કૃતિઓ રચેલી મળી આવે છે. તેમણે એક શ્લેકના “ ને તૌથ' એટલા જ માત્ર ચોથા પાદના આઠ લાખ અર્થો કરી અષ્ટલક્ષી” નામનો ગ્રંથ રચ્યો અને તે અકબર બાદશાહની સમક્ષ એ ગ્રંથ સંભળાવ્યો તેથી રાજા આશ્ચર્યમુગ્ધ બન્યો.
જો કે તેરમા શતકના ઉત્તરાર્ધમાં લખાયેલા ગૂજરાતી સાહિત્યના નમૂના હાથ લાગ્યા છે તે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ગયા છે. આ યુગમાં એટલે ૧૬ મા ૧૭મા શતકમાં ગૂજરાતી સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં લખાયું છે. ગુજરાતના સાહિત્યમાં જૈન સાધુઓને ફાળે જૈનેતર કરતાં અનેકગણું વધારે છે, તેમજ તે વધારે ઉત્તમ પ્રકારનું પણ છે. એ ગ્રંથમાં જે મળી આવ્યા તે ગ્રંથની નોંધ લેતાં સ્વ. સાક્ષરકી મેહનલાલ દલીચંદ દેસાઈએ મોટા કદના ત્રણ ભાગના ચાર વોલ્યુમ પ્રગટ કર્યા છે. જો કે હજી કેટલું સાહિત્ય ભંડારમા દટાયેલું પડયું છે, છતાં જેની નોંધ લેવાઇ છે તે પણ કઈરીતે પ્રમાણમાં કે ગુણવત્તામાં ઓછું નથી. અને એથી એ વલ્લમોના સંગ્રાહકની મહેનતને ખ્યાલ આવવા સાથે ગૂજરાતી સાહિત્યની વિપુલતાને પણ ખ્યાલ આવ્યા વિના હેતો નથી.
આ સમયથી જેનેનું પૂજા સાહિત્ય બહાર પાડવા માંડ્યું અને તે એટલું બધું લોકપ્રિય થયું કે અત્યારે પણ એ પૂજાઓની રચનાની પરપરા ચાલુ જ છે. આ પૂજાએ હિંદના દરેક રાગ-રાગણીના છ દે, દેહા, ચોપાઈ વગેરેમાં બનાવેલ છે. પૂજાઓ સાથે સ્તવમાં ૫ણ રાગ-રાગને છૂટથી ઉપયોગ કરાયો છે. પૂજાઓ રચનારાઓમાં કવિવર સમયસુંદરજી, સકલચંદ્રજી, દેવચંદ્રજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com