________________
: પ૩ :
તેમના પ્રસિદ્ધ “સિદ્ધહેમ વ્યાકરણ” ના પાંચે અગેના મળીને દોઢ લાખ શ્લેકે અત્યારે મળે છે. તેમણે “ત્રિષષ્ટિ શલાકા મહાપુરુષ ચરિત્ર” ની “પરિશિષ્ટ પર્વ” ઉપરનાં દશ પર્વોમાં રચના કરી છે. તે ૩૨૦૦૦ શ્લેક પ્રમાણને છે. કુમારપાળના સ્વાધ્યાય માટે “યેગશાસ્ત્ર' નામને ગ્રંથ રચ્યો તે ૧૨૫૭૦ શ્લેકાત્મક છે. આ સિવાય તેમણે દયાશ્રય, કાવ્યાનુશાસન, અભિધાન–ચિંતામણિ, અનેકાઈકોશ, નિઘંટુ કોશ, છંદેનુશાસન, હૈમલિંગાનુશાસન, પ્રમાણમીમાંસા, અન્યગ– વ્યવચ્છેદ કાત્રિશિકા, વીતરાગતૈત્ર વગેરે પ્રત્યેક વિષયના ગ્રંથે લખી તેમણે વિદ્યાની વિવિધ વાનગીઓને થાળ ગૂજરદેવી આગળ ધર્યો છે.
તેમના ઉપદેશથી સિદ્ધરાજ અને કુમારપાળે જૈન મંદિર બંધાવ્યા અને ઉદયન મહામાત્યના છ પુન વામ્ભટ્ટે શત્રુંજયના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે.
તેઓ ૮૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. અત્યારે જૈનેતર વિદ્વાને પણું કબૂલ કરે છે કે ગુજરાતના ઇતિહાસમાં હેમચંદ્ર જેવો વિદ્વાન બીજે કઈ થયું નથી. ગુજરાતના ઈતિહાસમાં રસ લેતા આધુનિક વિદ્વાનમાં તેમની કપ્રિયતા એટલી બધી છે કે જેને લીધે જૈન અને જેનેતરબંનેએ તેમનાં જીવનચરિત્ર લખ્યાં છે, અને તેમના ગ્રંથની ચર્ચા કરી છે.
ગૂજરાતના સમર્થ લેખકેમાં ગણાતા શ્રી કનૈયાલાલ મુનશીએ પિતાના ગ્રંથમાં જ્યાં પ્રસંગ આવે ત્યાં શ્રી હેમચંદ્રાચાર્યની મહત્તાની આદરપૂર્વક નોંધ કરી છે. અને તેમના જ પ્રયત્નથી ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની ઉદ્દઘાટન ક્રિયા સમયે હૈમસારરવત સત્રની એજના કરાવી ગૂજરાતીઓ પરનું હેમચંદ્રનું ઋણ કબૂલતાં જણાવેલું કે દરેકે તે અદા કરવા પિતાને ફાળો આપવો જોઈએ.
ગૂજરાતમાં અહિંસાનું જેર અને આખા હિંદમાં અહિંસાનું વાતાવરણ હેમચંદ્રાચાર્યને આભારી છે.
હેમચંદ્રાચાર્યના સમયે એટલા બધા વિદ્વાન આચાર્યો થઈ ગયા કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com