________________
: ૫ર : બાળમુનિ શ્રી સેમચંદ્ર થોડા જ વર્ષમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું. એમને ઊંડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ. તપ:પ્રભાવ, અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે પ્રભાવશાળી ગુણ જોઈ આચાર્ય શ્રીદેવચંદ્રસુરિ અને સંઘે મળીને સં. ૧૧૬ર માં એટલે સત્તર વર્ષની ઉંમરે તેમને આચાર્ય પદવી આપી અને તેમનું નામ શ્રી હેમચં. દ્રાચાર્ય રાખ્યું.
જયારે તેઓ ગુજરાતની રાજધાની પાટણમાં આવ્યા ત્યારે ગુજરાતના વિદ્યાપ્રિય રાજવી સિદ્ધરાજ જયસિંહનું રાજય હતું અને તે આચાર્યશ્રીની વિદ્વત્તાથી આકર્ષાઈ તેમના પ્રસંગમાં આવ્યું. ગુજરેશ્વરની પંડિતની રાજસભા જેને પ્રમુખ જૈન શ્રાવક પંડિત શ્રીપાલ હતું, તેમાં હેમચંદ્રનું સ્થાન આગળ પડતું હતું.
ગૂજરશ્વરની રાજસભામાં વિક્રમ સં. ૧૧૮૧ માં દિગંબરાચાર્ય શ્રી કુમુદચંદ્ર અને તાંબરાચાર્ય શ્રી દેવસૂરિ વચ્ચે વાદ થયો હતો જેમાં શ્રી હેમચંદ્રાચાર્ય પણ આવ્યા હતા.
હેમચંદ્રાચાર્યની ખ્યાતિનું સૌથી મોટું કારણ એ છે કે તેમણે સિદ્ધરાજની વિનતિથી સિદ્ધહેમ વ્યાકરણ બનાવ્યું. આ વ્યાકરણ વિશેની હકીકત અગાઉ આવી ગઈ છે.
હેમચંદ્રાચાર્યના ઉપદેશની અસર તે પછીના રાજા કુમારપાળ ઉપર ઘણી વધારે પડી તેથી કુમારપાળ જૈન થયે. કુમારપાળે હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જૈનધર્મની ઉન્નતિનાં ઘણાં કાર્યો કર્યા જેની હકીકત અગાઉ આવી ગઈ છે.
હેમચંદ્રાચાર્યની વિદ્વત્તા તેમણે રચેલા ગ્રંથે ઉપરથી જોઈ શકાય છે, કહેવાય છે કે તેમણે સાડા ત્રણ કરેડ સ્લેટપ્રમાણ અથે રહ્યા છે. અત્યારે મળતા ગ્રંથનું બ્લેકપ્રમાણ તેટલું થતું નથી. તેથી કદાચ બીજા ગ્રંથની માફક એ પણ લુપ્ત થયેલા હશે, જો કે અત્યારે મળી આવતા ગ્રંથનું શ્લેકપ્રમાણ ઓછું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com