________________
: ૪ર :
પૂર્વક સંથારે કરી મૃત્યુ પામવા સંબંધી અધિકાર છે. તેમજ
જેઓએ અનશન કરી આત્મકલ્યાણ સાધ્યું છે, તેમનું વર્ણન છે. ૫. તંદુલયાલિયપયો–આ સૂત્રમાં ગર્ભમાં જીવની ઉત્પત્તિ શી રીતે
થાય છે ઇત્યાદિ સૂક્ષ્મ વર્ણન છે. ૬. ચંદાવિયપયો–ગુરૂ, શિષ્યના ગુણ, પ્રયત્ન વગેરેનું વર્ણન છે. ૭. દેવિંદથવપયો–સ્વર્ગના ઇદ્રોની ગણના છે. ૮. ગણિવિજાપયોતિષુ સંબંધી ચર્ચા છે. ૯. મહાપચ્ચકખાણુસત્ર-આરાધનાનાને અધિકાર એટલે પ્રાયશ્ચિત્તના
સ્વરૂપનું વર્ણન છે. ૧૦. વીરથવસૂત્ર-અંત સમયમાં શાંતિપૂર્વક મરણ થવું જોઈએ. એનું
વર્ણન છે. દશ પયજાની મૂળ ગાથાઓ કુલે ૨૩૦૫ છે. ૪. છ દસૂત્રો:
આ છેદસ વાંચાને અધિકાર સાધુઓ માટે જ નિર્ણત થયેલે છે. આમાં સાધુઓના દોષ અથવા અપરાધ માટે પ્રાયશ્ચિતના કાનને છે. ૧. નિશીથ-આમાં સાધુઓના દેવ અને તેનાં પ્રાયશ્ચિત્ત લેવાનું
વર્ણન છે. ૨. મહાનિશીથ-આમાં પાપ તથા પ્રાયશ્ચિત્તનું વર્ણન છે. ૩. બૃહકલ્પ–આમાં સાધુઓ તથા સાધ્વીઓ માટેના વિધિઓ છે. ૪. વ્યવહારસૂત્ર-આમાં શાસન–શિક્ષા વિધિ છે. “પંચકલ્પ” તેને
બીજો વિભાગ છે. ૫. દશાશ્રુતસ્કંધ-આનું બીજું નામ “આચારદશા, કે આચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com