________________
: ૪૪ :
ઉપર્યુક્ત અગિયાર અગે ઉપરાંત બારમું પણ એક “ દૃષ્ટિવાદ” નામનું અંગ હતું, પણ તે અત્યારે લુપ્ત થયેલું છે. આ અંગે ખૂબ મહત્વનું હતું. બારમા અંગમાં શું વર્ણવેલું હતું તેની માહિતી બીજા થામાંથી મળી આવે છે.
બારમા અંગનું નામ “દષ્ટિવાદ” છે. તેમાં નીચેની હકીક્તને સમાવેશ હતે. ૧. પશ્કિર્મ–આના સાત વિભાગ છે. આમાં ગણિતની ૧૬ સંખ્યાને હિસાબે સૂત્ર બાંધવાની અને સાચી રીતે તાળે મેળવી શકાય
એવી ચાવી આપેલી છે. ૨. સવ–સાચું અને ખાટું જ્ઞાન દેખાડનાર. આમાં નો વગેરેનું
વર્ણન હતું. ૩. પૂર્વ-દષ્ટિવાદના ચૌદ પૂર્વો છે તેના નામ નીચે મુજબ છે. (૧) ઉત્પાદપૂર્વ–આમાં દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને
વિષય છે. (૨) અગ્રાયણ–સર્વ દ્રવ્યોના પરિમાણુનું વર્ણન છે. (૩) વીર્યપ્રવાદ આમાં દ્રવ્યની, મહાપુરુષોની અને દેવેની
શક્તિને વિષય છે. (૪) અસ્તિ-નાસ્તિપ્રવાદ–લેકમાં રહેલા જે વસ્તુરૂપ દ્રવ્ય
અને જે વસ્તુરૂપ નથી, તેમજ સ્વરૂપથી સર્વ દ્રવ્ય છે
અને પરરૂપથી નથી. એની ચર્ચા છે. (૫) જ્ઞાનપ્રવાદ–આમાં મતિ આદિ પાંચજ્ઞાનના ભેદનું વર્ણન છે. (૬) સત્યપ્રવાદ–આમાં સત્ય અને અસત્યના ભેદનું વર્ણન છે. (૭) આત્મપ્રવાદ-આમાં આત્માને અનેક નઠારા બતાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com