________________
: ૪૩ :
દશાઓ” છે. આ ગ્રંથના નવમા અધ્યાયમાં ભદ્રબાહુસ્વામીએ
રચેલું “ કલ્પસૂત્ર” છે. ૬. છતકલ્પસૂત્ર–સાધુ છતક૯૫ બે વિભાગે છે. આમાં સાધુ તથા સાધ્વી
એ માટેના વિધિ છે. . આ સૂત્રની મૂળ કુલ ગાથાઓ ૨૧૭૬ર૩ છે. ૫. ચાર મૂળસૂત્રો: ૧. આવશ્યક સૂત્ર—આમાં દિનચર્યાના આવશ્યક વિધિઓ તથા પાક્ષિક
સુત્ર તેમજ વિવિધ વિષયે સંબંધે હકીકત આપેલી છે. ૨. દશવૈકાલિકસત્ર-આમાં સાધુજીવનના નિયમે આપ્યા છે. ૩. પિંડનિર્યુક્તિ–વનિયુક્તિએમ બે વિભાગ છે. સાધુઓ માટે
શુદ્ધ આહારપાણ લેવાનો અધિકાર તથા સાધુ સંબંધી ઉપકરણનું
પ્રમાણ રાખવાનો અધિકાર છે. ૪. ઉત્તરાધ્યયનસત્ર–જેમાં સાધુઓને સંયમ માર્ગમાં રહેવાના ઉપદેશે
તેમજ સિદ્ધાંત ઉપર કથાઓ, દષ્ટાતિ, ઉપમાઓ તેમજ સંવાદો વગેરે છે.
આમાં મૂળની કુલ ગાથા ૨૨૦૬૦૦ છે. ૬. બે ચૂલિકાસુત્ર: ૧. નંદીસૂત્ર—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તેમજ
કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાનનું વર્ણન છે. ૨. અનુગદ્વાર સૂત્ર—નય નિક્ષેપાની ચર્ચા અને તેની સિદ્ધિ બતાવ
વામાં આવી છે, એટલે વિદ્યા સર્વસ્વનું વર્ણન છે. આ બંને સત્રોની કુલ ગાથા ૨૭૦૪૭ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com