________________
': ૨૪::
તે તે પ્રદેશના હવામાને પણ અનુકૂળના આપી છે, એમ કહેવું જરાયે અઘટિત નથી, અર્થાત ઉત્તરના જે ઠંડા પ્રદેશ છે તેમાં વસ્ત્રની જરૂરત અનિવાર્ય બને છે અને દક્ષિણના ગરમ પ્રદેશમાં વસ્ત્રો ઉપયોગી થતાં નથી, આમ દિગંબર પંથીઓની સત્તા કર્ણાટક, મૈસુર વગેરે પ્રદેશમાં આજે પણ ઠીક ઠીક પ્રમાણમાં છે. ગૂજરાતમાં જૈનધમ:
પ્રાચીન સમયથી જૈનધર્મે ગુજરાતમાં મહત્વભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજી રીતે કહીએ તે જૈનધર્મનું કેન્દ્રપીઠ પ્રાચીન સમયથી આજ સુધી ગૂજરાત રહ્યું છે. ભ. નેમનાથનું ચરિત્ર દ્વારકા અને ગિરનાર સાથે સંબંધ ધરાવે છે. શત્રુંજય તીર્થનું માહામ્ય વિક્રમાદિત્યના સમયથી જ વધતું રહ્યું છે. અને દેવગિણિ ક્ષમાશ્રમણે વલભીમાં સાધુસંધને એકઠા કરીને જેન આગમ ગ્રંથને પુસ્તકારૂઢ કર્યા. એ બધી વિગતે પરથી જૈનધર્મને સૌરાષ્ટ્ર સાથે સંબંધ બહુ જૂને હેવાનું નક્કી થાય છે.
જુનાગઢમાં બાવાયારાની ગુફામાંથી ક્ષત્રપવંશનો એક લેખ મળે છે; તેમાં જેનેના પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયેલ હોવાથી ક્ષત્ર પણ જૈનધમાં હતા એવો કેટલાકને મત છે. છતાં એટલું તે નક્કી જ છે કે ક્ષત્રપએ જૈનધર્મના વિકાસમાં મદદ કરી હતી.
ગૂજરાતની પ્રજામાં આજે પણ બીજા દેશો કરતાં મધ, માંસ, વ્યભિચાર કે શિકાર જેવા મહાદુર્ગણે ઓછા પ્રમાણમાં જણાય છે. અને તેથી તેમના સ્વભાવમાં જણાતી અહિંસા, સંયમ અને તપની આદર્શ સંસ્કાર સંપત્તિ, એ જૈનધર્મના જૂના વારસાને આભારી છે.
ગૂજરાતમાં ક્ષત્રપ, મૌર્ય, ગુપ્ત, મૈત્રક, ચાવડા, સેલંકી, મુસલમાન, મરાઠા અને અંગ્રેજ જેવી અનેક રાજસત્તાઓ આવીને ગઈ પણ જૈન મહાજનેની સત્તા વેપાર-વાણિજ્ય, રાજકારભાર, જ્ઞાનસંવર્ધન, કળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com