________________
જૈનધર્મના પ્રસારને ઈતિહાસ
( ૨ ) જૈનધર્મને પ્રભાવ ઇ. સ. પૂર્વે આઠમા સૈકાથી હેવાના પૂરાવાએ, શિલાલેખે, કીર્તિસ્તંભો, સમકાલીન કે પ્રાચીન ગ્રંથના ઉલ્લેખે ઉપરથી જાણવા મળે છે. જેના વશમા તીર્થંકર પાર્શ્વનાથ અને વીશમા તીર્થકર મહાવીરસ્વામી ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં જૈનધર્મને પ્રચાર કરતા હતા; એવું પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ કબૂલ રાખેલ છે.
પાર્શ્વનાથ હીલ કે જેને જેને સમેતશિખરને પહાડ કહે છે તે પાર્શ્વનાથના નામ ઉપરથી પડેલ છે. પાર્શ્વનાથ હીલ ઉપર પાર્શ્વનાથનું નિર્વાણ થયું હતું, તેથી જ તે પહાડને પાર્શ્વનાથને પહાડ કહેવામાં આવે છે. પાર્શ્વનાથ મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગયા. અને મહાવીરને થયે ૨૪૭૧ વર્ષ થયાં એટલે પાર્શ્વનાથને થયે ૨૭૨૧ વર્ષ થયાં. શિલાલેખ:
ભગવાન મહાવીરના નિર્વાણુના ૮૪ વર્ષને એટલે વિ. સં. પૂર્વે ૩૮૬ ને એક શિલાલેખ અજમેરના બડલી ગામમાંથી મળી આવ્યા છે. તે લેખ મળી આવેલા ભારતીય શિલાલેખમાં સૌથી પ્રાચીન છે.
ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષના અરસામાં જેમ ધર્મ અત્યારે એરિયા તરીકે ઓળખાતા કલિંગ દેશમાં પ્રસર્યો હતો, તેમ તે વખતે મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com