________________
: ૧૧ : સમાન હકવાળા ગયા છે. હિંદુ ધર્મની માફક વર્ણ, જ્ઞાતિ કે એ પુરુષના ભેદભાવ જૈનધર્મને માન્ય નથી. કેઈ૫ણ આત્માને જન્મના કારણે ઊંચા કે નીચ જૈને ગણતા નથી. આત્માનું ઊંચા કે નીચાપણું તેના કર્તવ્યો અને કર્મો પ્રમાણે મનાય છે. સ્ત્રીના આત્માને પુરુષના આત્મા કરતાં સ્ત્રી હોવાના કારણે નીચે ગણવામાં આવેલ નથી. મનુષ્ય માત્રને મોક્ષ મેળવવાના સમાન હક અને સરખી જ તક કેઈપણ પ્રકારની રૂકાવટ વિના જૈન ધર્મે આપેલી છે. જેનેએ સ્ત્રીના હકે પુરૂષ જેટલા જ ગણેલા છે. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રીના ભવમાં મોક્ષ પામ્યા હતા એવી જૈન પરંપરા છે. સ્ત્રીયોનિમાં જન્મવું અથવા નીચ કુળમાં જન્મવું એ નીચ કર્મનું ફળ છે પણ આત્માના હક તરીકે તે જેને દરેકને સરખા જ ગણે છે. પુરુષની માફક સ્ત્રીને જેમ તીર્થંકર થવાની તક છે તેમ નીચકુળ કે જાતિમાં જન્મનારને પણ મોક્ષે જવાની સરખી જ તક છે. સંધ:
ઉપર કહેવામાં આવ્યું કે જેને મનુષ્યને તેના જન્મના કારણે ઊંચ કે નીચ માનતા નથી. તેમ તેને અનુસરીને હિંદુઓએ કલ્પેલી બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની વર્ણભેદવ્યવસ્થા પણ જેનેએ કબૂલ રાખી નથી. તેના બદલે જેનેએ ગુણ-કર્માનુસારી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઃ એમ ચાર વર્ગ પાડ્યા છે અને આ ચારના સમૂહને સંધ–ચતુવિધ સંધનું નામ આપ્યું છે.
સંધની સત્તા અને મોભો એટલે મેટો છે કે બધા જેને સંધની મર્યાદા નીચે ચાલે છે. વ્યક્તિગત સત્તા કરતાં સંધની સત્તા સર્વોપરિ હોય છે, તેથી પર કોઇની સત્તા હોતી નથી. આ કારણેજ સંધ તીર્થની માફક વંદનીય છે. તીર્થંકર પણ દેશના આપતાં પહેલાં સંધને નમસ્કાર કરે છે.
ગામેગામ અને શહેરે શહેર જ્યાં જૈનેની વસ્તી હોય છે ત્યાં સંધની વ્યવસ્થા હોય છે. આ પ્રકારની સંઘવ્યવસ્થા હજારો વર્ષોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com