________________
: ૧૨ :
ચાલી આવે છે. દરેક શહેરના જેન સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓ સંધ કરે છે. આ વ્યવસ્થા મંદિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રયે તેમજ સામાજિક નિયમ વગેરેના વહીવટ અંગેની હોય છે. જેનધર્મની સંસ્થાઓની સર્વોપરી માલિકી તે શહેરના સંધની ગણાય છે.
કેઈપણ જેન ધર્મવિરુદ્ધ કાર્ય કરે તે સંધ તેને પ્રાયશ્ચિત્તથી માંડીને સંધબહાર કરવા સુધીની સજા કરે છે. અને સમગ્ર દેશમાં ધાર્મિક મુશ્કેલીવાળો પ્રશ્ન ઊભો થતાં તેને નિકાલ ગામેગામના સંધે ભેગા થઈને કરે છે. - આ જાતની સંઘવ્યવસ્થાને લીધે જેને પિતાના મંદિરે, મૂર્તિઓ અને જ્ઞાનભંડારોને અનેક જાતના હુમલાઓથી નાશ થતાં બચાવી શક્યા છે. આ હુમલામાં મુસલમાનોના આક્રમણ વખતે તેમની મંદિરે અને મૂર્તિઓની ખંડન પ્રવૃત્તિ, જૈનધર્મવિરોધી રાજાઓના જુલમે, અન્ય હિંદુધર્મના જૈનધર્મવિરુદ્ધના પ્રયત્ન અને તે અંગે થયેલા જુલમે વગેરેને સમાવેશ કરી શકાય.
આ બધા પ્રહારો સામે થઈ જૈનધર્મ તેના સંધોની કાળજી, વ્યવહારકુશળતા અને તેના આગેવાનોના પ્રયત્નોમાંથી ભારતમાં એક અગ્રગણ્ય ધર્મ તરીકે ટકી શકે છે,
ભારતીય સાહિત્ય તથા કળામાં જૈનેને મોટામાં મોટો ફાળો છે. સાહિત્યને ફાળે સાધુસંસ્થાને આભારી છે. આ સાધુ–સંસ્થાએ દુનિયાને મહાન વિદ્વાન પંડિત અને વિચારકે અર્યા છે. કળાને યશ જૈન શ્રાવકેને આભારી છે. આ ધનાઢ્યોએ ધર્મની આરાધના કરવા માટે જગતને આશ્ચર્યમાં નાંખી દે તેવી કારીગરીવાળાં સુંદર મોટાં મંદિર બંધાવ્યા છે. આબુ જેવાં કેટલાંક મંદિરની સ્પર્ધા હિંદમાં બીજાં કઈ મંદિરે કરી શકયાં નથી. જૈન સાહિત્ય અને કળા માટે આગળ વિવેચન કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com