________________
: ૨૦ :
અશોક:
બિંદુસાર પછી મહાન રાજા અશેકવર્ધન ઇ. સ. પૂ. ર૭રથીર૩ર ગાદીએ આવે છે. અશેક જન્મથી જૈનધર્મ પાળતું હતું. અશોકે કાશ્મીરમાં જેનધર્મને પ્રચાર કર્યાની હકીકત અબુલ ફઝલે પણ કઈક પ્રામાણિક ગ્રંથ ઉપરથી નોંધેલી મળે છે. પણ પાછળથી તે બૌદ્ધધર્મી થયે હત; એમ તેના શિલાલેખમાં કરાયેલાં કેટલાંક સૂચને ઉપરથી જણાય છે. તેણે જેનધર્મ પ્રત્યે પણ પૂરતી સહાનુભૂતિ દર્શાવ્યાના ઉલ્લેખ પણુ શિલાલેખમાં છે. તેણે બૌદ્ધધર્મને દેશ-વિદેશમાં પ્રચાર કરવા માટે ખાસ પ્રયત્ન કર્યા હતાં. સંપ્રતિ:
અશોકની ગાદીએ આવનાર સંપ્રતિ રાજાનું સ્થાન જૈનધર્મના ઇતિહાસમાં ઉજજવલ કારકીર્દિભર્યું અને ગૌરવભર્યું છે. તેણે આર્યસુહસ્તિસૂરિના સમાગમ પછી જૈનધર્મની ઉન્નતિ માટે ખૂબ પ્રયત્ન કરેલ જણાય છે. તેણે અનેક જિનમંદિરે અને મૂર્તિઓ બનાવી, અનેક મંદિરેના જીર્ણોદ્ધાર કરાવી પિતાના રાજયને જૈનધર્મના વાવટા નીચે વિસ્તાર કર્યો. તેણે જૈનધર્મને પ્રચાર કરવા માટે અનાર્ય દેશોમાં પણ સાધુઓને વસ્ત્ર–પાત્ર અને ભોજન તેમના આચાર પ્રમાણે મળે એવી સગવડ કરી આપી, જેથી દક્ષિણ હિંદ જેવા અનાર્ય દેશોમાં પણ તેઓ પ્રચાર કરી શક્યા. આ સમયથી જ સાધુઓને વિહાર માટે નક્કી કરાયેલા સાડીપચીશ આર્યદેશાને વિસ્તાર થયો. આ પ્રકારની સગવડ પાછળના જૈન રાજાઓ કરી ન શક્યા. અને હિંદુધર્મના પુનરુત્થાનથી જૈનધર્મને પ્રચાર બૌદ્ધોની માફક હિંદ બહાર થઈ ન શકય.
સંપ્રતિ જે ધર્મપરાયણ હતું તે યુદ્ધકળામાં પણ કુશળ હતા. કેટલાક શિલાલેખ ઉપરથી જણાય છે કે તેણે હિંદના ઘણાખરા રાજાએને ખંડિયા બનાવ્યા હતા. તેણે સિંધુની પેલે પારના અફઘાનિસ્તાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com