________________
:
મહાવીરસ્વામીનું બીજું નામ વમાન છે. તીથંકરામાં પહેલા તીથ કર ઋષભદેવ, ત્રેવીશમા પાર્શ્વનાથ તેમજ ચેાવીશમા મહાવીરસ્વામીનાં વને અતિ મહત્ત્વનાં હાવાથી તેમનાં જીવનવૃત્તાંત આગળ આપવામાં આવેલાં છે. આ ચેાવીશે તીથ કરી પૂજવાને યોગ્ય ગણાય છે. જૈને તેમની મૂર્તિ બનાવી મંદિરમાં પ્રતિતિ કરે છે. અને તેની પૂજા, સ્તવના કરીને પવિત્ર બને છે. મૂર્તિપૂજાની હકીકત પણુ આગળ આપવામાં આવી છે.
જૈન એ જ્ઞાતિ નથી પણ ધમ છે, તેઓ વૈદિકાની માન્યતા અનુસાર વણું–જ્ઞાતિને માનતા નથી. પરંતુ તેમના સંસમાં રહેતા હેાવાથી જ્ઞાતિના રીતરિવાજોમાં પણ ઘૂસ્યા છે. જૈના હિંદુ પણ કહેવાય છે, છ્તાં હિંદુ ધર્મના ઘણા રીતરિવાજો નૈના માનતા નથી; છતાં જ્યારે વૈદિકાનું ખૂબ જોર હતુ ત્યારે તેમના કેટલાયે રીતરિવાજો નેને મરજી વિરુદ્ધ અપનાવવા પડ્યા હતા.
જૈને મરણ પછીના શ્રાદ્ધ જેવા રિવાજોને બિલકુલ માનતા નથી, કેમકે જૈને માને છે કે આત્મા પોતે જે ધર્મકરણી કરે તેનુ ફળ તેને જ મળે છે. એકે કરેલી ધર્માંકરણીનું ફળ ખીજાતે કઇ રીતે મળે? મરણુ પછી આત્મા માટે થતી ક્રિયાએ કે ધમ, મૃત–આત્માને પહોંચી શકતા નથી, આ ક્રિયાના બહાના હેઠળ બ્રાહ્મણાએ કમાણીના ધંધે શોધી કાઢ્યો હાય એમ જેના માને છે.
જૈન ધર્મીમાં કાંઈપણ મનુષ્ય જોડાઈ શકે છે. તેમાં વધુ જાતિ લિંગ કે શ્રીમંતાઇના ભેદભાવે નથી. મહાવીરના મુખ્ય શિષ્યા વૈદાદિ શાસ્ત્રના પારગામી બ્રાહ્મણુ પડિતા હતા. અને તેમના ઘણા અનુયાયી ક્ષત્રિયા હતા. મહાવીરના મુખ્ય શ્રાવક્રા તા કુંભાર અને ખેડૂતના ધંધા કરનારા ફ્િ કે ઊઁચ જાતિના શુદ્રો હતા. એટલું જ નહિ મચ્છીમાર તેમજ કસાઇએ પણુ જૈન થયાના દાખલાએ જૈન કથામાં આવે છે.
હિંદુ ધર્મના સખત સામનેા હોવા છતાં જૈનધર્મ ટકી રહ્યાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com